Rath Yatra celebration 2020 (રથયાત્રા ઉત્સવ 2020)

India is a country of festivals. Every festival is celebrated here with great fanfare. Because every festival celebrated binds every Indian to their rites. And this festival is the identity of Indian culture.


One such festival is celebrated on the second day of Shukla Paksha in the month of Ashadh. This festival is the procession of Lord Jagannath. This Jagannath Bhagwan is dedicated to Shri Krishna incarnation of Vishnu. The Jagannath Yatra takes place in different parts of the country but the journey from the Jagannath Temple in Orissa is very sacred.


This year i.e. in 2020 Jagannath Yatra will start from 23rd June and this Yatra will be completed on 4th July. This is the 143th chariot Yatra.


Jagannath Bhagwan is accompanied by his sister Subhadra and elder brother Balbhadra in this Yatra. The journey starts from Jagannath temple to Gundicha temple which is two kilometers away. Separate chariots are arranged for the three forms for this journey. This chariot is also very special and important so this festival is also known as Rathyatra.

History behind Jagannath Yatra:
There are various stories behind the celebration of Jagannath Rathyatra. A story is associated with King Subal who was a great devotee of Jagannath. He once asked a sculptor to make idols of Lord Krishna with his chariot in Kurukshetra along with Krishna, his brother Balaram and sister Subhadra.


The sculptor agreed to make the statues on one condition. The condition was that he would work in a secluded room. The king agreed to this condition. But when the king did not get to see the gods after a long wait. Then in a moment of impulse he opened the door of the room where the sculptor was working.


As soon as the door is opened, the sculptor disappears from the light coming from inside and the king who sees the Lord is believed to be like an idol of a rathyatra.

Speciality of chariot:
The chariot of Lord Jagannath is 45 feet high with 16 wheels. Which is red in color. It is believed that Brahmaji and Indra protect this chariot. And Jagannath Bhagwan's chariot is running the furthest. Jagannathji's chariot is also known as Nandighosh or Garuda Dhwaj.


Subhadra KJ is Krishna's sister. His chariot is 43 feet high. His chariot is guarded by Jai Durga Mata and the charioteer of his chariot is Arjuna and this chariot has twelve wheels. Subhadra's chariot runs in between. Subhadraji's chariot is also known as Darpadalan.


Balbhadra i.e. Balram who is the elder brother of Krishna has a yellow chariot and his chariot is at the forefront. Balbhadra's chariot is also known as sesame flag.


These three chariots come in different shapes. Special types of wood are used to make these chariots. It is believed that coconut trunks are used to make this chariot. And the wood of the neem tree is used to make the charioteer of this chariot.


Gundicha is believed to be the home of Lord Jagannath's aunt where he goes to stay every year. And there they abide for seven days. God rests there. Then they return. The journey from Gundicha temple to Jagannath temple is also called Bahuda Yatra. On Ekadashi i.e. on the eleventh day Lord Jagannath is fully installed in his womb.


It is also believed that Lord Jagannath himself comes out to pay obeisance to his devotees during this pilgrimage. Thousands of devotees pull the chariot of Lord Jagannath and it is believed that pulling the chariot leads to salvation.


Devotees come from different parts of the world to be a part of this wonderful and holy pilgrimage. This rathyatra is considered to be the biggest festival after the Kumbh Mela in India. So being a part of such a holy festival is a matter of great virtue.



Gujarati:
ભારત એ ઉત્સવોનો દેશ છે અહીં દરેક ઉત્સવને ધૂમધામથી ઉજવવામાં આવે છે. કારણકે ઉજવવામાં આવતા દરેક ઉત્સવ એ દરેક ભારતીયોને તેમના સંસ્કાર સાથે જોડી રાખે છે. અને આ ઉત્સવ જ ભારતીય સંસ્કૃતિની ઓળખ છે.

આવો જ એક ઉત્સવ અષાઢ મહિનામાં શુક્લ પક્ષની દ્વિતીય એ ઉજવવામાં આવે છે. આજ તહેવાર એટલે જગન્નાથ ભગવાનની રથયાત્રા. આ જગન્નાથ ભગવાન એ વિષ્ણુના શ્રી કૃષ્ણ અવતાર ને સમર્પિત છે. આ જગન્નાથ યાત્રા સમગ્ર દેશ દેશમાં અલગ અલગ જગ્યાએ નીકળે છે પરંતુ ઓરિસ્સામાં આવેલા જગન્નાથ મંદિરથી નીકળતી આ યાત્રા ખૂબ જ પાવન છે.

આ વર્ષે એટલે કે 2020માં 23 જૂનથી જગન્નાથ યાત્રા નો આરંભ થશે અને ચોથી જુલાઈએ આ યાત્રા પૂર્ણ થશે. જે 143 મી રથયાત્રા છે.

આ યાત્રામાં જગન્નાથ ભગવાન ને તેમની બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલભદ્ર પણ સાથ આપે છે. આ યાત્રા જગન્નાથ મંદિરથી શરૂ થઈ ત્યાંથી બે કિલોમીટર પર આવેલા ગુંડિચા મંદિર સુધીની છે. આ યાત્રા માટે ત્રણે સ્વરૂપ માટે અલગ-અલગ રથ ની વ્યવસ્થા કરવામાં આવે છે. આ રથની પણ ખૂબ જ વિશેષતા છે અને મહત્વ છે તેથી આ ઉત્સવ રથયાત્રા તરીકે પણ ઓળખાય છે.

જગન્નાથ યાત્રા પાછળનો ઇતિહાસ:
જગન્નાથ રથયાત્રાની ઉજવણી પાછળ વિવિધ કથાઓ છે. એક વાર્તા રાજા સુબલ સાથે સંકળાયેલી છે .જે જગન્નાથના મહાન ભક્ત હતા. તેમણે એકવાર એક શિલ્પકારને કૃષ્ણ, તેમનાં ભાઈ બલારામ અને બહેન સુભદ્રા ત્રણેય ની સાથે  કુરુક્ષેત્રમાં તેમના રથ સાથે ભગવાન કૃષ્ણની મૂર્તિઓ બનાવવા કહ્યું.

શિલ્પકાર મૂર્તિઓ બનાવવાની હા પાડી પણ એક  શરતે. શરત હતી કે તે એકાંતમાં રૂમમાં કામ કરશે.  રાજા આ શરત સાથે સંમત થયા હતા. પરંતુ જ્યારે રાજાને લાંબી રાહ જોયા પછી દેવતાઓને જોવાનું ન મળ્યું. ત્યારે આવેગની ક્ષણમાં આવીને તેણે ખંડનો દરવાજો ખોલ્યો જ્યાં શિલ્પી કામ કરતો હતો.

દરવાજો ખોલતા જ અંદરથી આવતા પ્રકાશથી શિલ્પી અદ્રશ્ય થઇ જાય છે અને રાજા જે પ્રભુના દર્શન કરે છે તે રથયાત્રા ની મૂર્તિ સમાન છે તેમ માનવામાં આવે છે.

રથ ની વિશેષતા:
જગન્નાથ ભગવાનનો રથ ની ઉંચાઇ 45 ફૂટની હોય છે જેમાં 16 પહીયા હોય છે. જે લાલ રંગનો હોય છે. આ રથની રક્ષા સ્વયમ બ્રહ્માજી અને ઇન્દ્ર કરતા હોય તેવી માન્યતા છે. અને જગન્નાથ ભગવાનનો રથ સૌથી પાછળ ચાલતો હોય છે. જગન્નાથજીના રથને નંદીઘોષ કે પછી ગરુડ ધ્વજ તરીકે પણ ઓળખવામાં આવે છે.

સુભદ્રા કેજે કૃષ્ણના બહેન છે તેમના રથની ઊંચાઇ 43 ફૂટ છે તેમના રથ નું રક્ષણ જય દુર્ગા માતા કરતા હોય છે અને તેમના રથ ના સારથિ અર્જુન છે અને આ રથમાં બાર પહિયા હોય છે. સુભદ્રાનો રથ વચ્ચે ચાલતો હોય છે. સુભદ્રાજીના રથ ને દર્પદલન તરીકે પણ ઓળખવામાં આવે છે.

બલભદ્ર એટલે કે બલરામ જે કૃષ્ણના મોટાભાઈ છે તેમનો રથ પીળા રંગનો હોય છે અને તેમનો રથ સૌથી આગળ ચાલતો હોય છે. બલભદ્ર ના રથને તલ ધ્વજ તરીકે પણ ઓળખવામાં આવે છે.

 આ ત્રણેય રથ અલગ-અલગ આકારના હોય છે આ રથને બનાવવા વિશિષ્ટ પ્રકારના લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ રથ બનાવવા નારિયેળીના થડનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ રથના સારથિ ને બનાવવા નીમ ના વૃક્ષ ના લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે.

માનવામાં આવે છે કે ગુંડિચા એ ભગવાન જગન્નાથના માસીનું ઘર છે જ્યાં તેઓ દર વર્ષે રેહવા જાય છે. અને ત્યાં સાત દિવસ સુધી રહે છે ત્યાં ભગવાન વિશ્રામ કરે છે.ત્યારબાદ તેઓ પાછા ફરે છે. ગુંડિચા મંદિરથી જગન્નાથ મંદિર સુધીની યાત્રાને બહુડા યાત્રા પણ કહેવામાં આવે છે. એકાદશીએ એટલે કે અગિયારમાં દિવસે જગન્નાથ ભગવાન ને પૂર્ણ રીતે તેમના ગર્ભ ગૃહ માં સ્થાપિત કરવામાં આવે છે.

આ ઉપરાંત એવું માનવા વામાં આવે છે કે આ યાત્રા દરમિયાન જગન્નાથ ભગવાન જાતે જ તેમના ભક્તોને દર્શન આપવા બહાર આવે છે. હજારોની સંખ્યામાં જગન્નાથ ભગવાનના રથ ને ભક્તો  ખેંચે છે અને માનવામાં આવે છે કે રથને ખેંચવા થી મોક્ષની પ્રાપ્તિ થાય છે.

આ અદભુત અને પાવન યાત્રા નિહાળવા નો ભાગ બનવા વિશ્વના અલગ-અલગ ભાગ થી ભક્તો આવે છે આ રથયાત્રાને ભારતમાં થતાં કુંભના મેળા પછી નો સૌથી મોટો ઉત્સવ માંનવવામાં આવે છે. તો આવા પાવન ઉત્સવનો ભાગ બનવું ખુબ જ પુણ્ય ની વાત છે.

Another article:

Comments

Popular posts from this blog

Does social influencer brainwash us ??

Doctor's Day special ( ડોક્ટર ડે સ્પેશિયલ)

world no tobacco ( dayવિશ્વ તમાકુ નિષેધ દિવસ)