Your attitude can change your life

Everyone wants to achieve great things in their life, they want to make progress and that is not wrong, but can everyone achieve that? So the answer is no.

There must be an honest masculinity, an approach to coping with difficult situations, but at the same time the most important thing that everyone should have is the right attitude towards the situation. Attitude in simple words is your ideology + your attitude

The greatest achievement of our life is that we do not miss the joy in life and this achievement can be achieved only if our attitude is right for any situation. Which we also call positive attitude. But can we keep a positive attitude in our lives? Let us understand this by a simple example.

We are all very familiar with one sentence 'You know !!' What was this guy talking about you ?? And our answer is 'No, I don't know what he was talking about.' Let the other person tell you and by listening to him we change our opinion towards that person. And what kind of intelligence is this if our relationship with that person deteriorates !! This shows how weak our mind is! That we easily believe in anyone's words. At this point our attitude should be such that I will believe only if that person comes in front and says this.

What is Positive Attitude?
Once upon a time there was a man named Tukaram who was doing a very good job of quitting addiction and education in the village. Their activities stopped many of the entertainment in the village, such as drinking alcohol and dancing to music. The people of the village became very angry and they found a way to get him out of the village by defaming him.

He put Tukaram on a donkey, shaved his head, and smeared lime on his head, and put a garland of eggplant around his neck, and drove around the whole village.

Tukaram wife saw this incidence and thought to did suicide butTukaram took his wife home and explained to her that nothing went wrong with me and showed him the three benefits of doing so. The first benefit was that Tukaram said that we have not eaten eggplant for a long time. These people also shaved their heads, applied lime, don't even dandruff in your head. I didn't even ride in our wedding, so today I rode the whole village on a donkey. So there is nothing like committing suicide because there is nothing wrong with us. This is Positive Attitude !!

The importance of any kind of situation in our life is only 10% but the importance of how we have handled that situation is 90%. Our life is like chocolate mixed in a closed bag. Because if we take chocolate from a closed bag, we don't know if there will be any kind of chocolate, it can be sour, it can be sweet. Life is something like this, we don't know what situation will come in our life sometimes, but how to handle that situation is in our hands, so shouldn't we live the situation better by keeping a positive attitude towards that situation.

American psychologist Jeff Keller, after doing a lot of research and meeting a lot of successful people, came to the conclusion that he wrote a book on it and the name of the book is "Attitude is Everything".

There is a very beautiful story that explains one's attitude. This story is from the time of 1999. At this time in America were President Bill Clinton, Secretary Colin Powell, and the most successful businessman Bill Gates. God called these three to heaven and said you are a very powerful man on earth. So one thing I want to tell you is that tomorrow the earth will be destroyed. And this is what you have to tell your country.

"There is good news and bad news for you," Bill Clinton told a news conference. The good news is that I met God in heaven. And the bad news is that tomorrow the earth is going to be destroyed.

Now it's Colin Powell's turn to tell you there's one bad news and one good news. The bad news is that God exists. And the good news is that Iran will end tomorrow.

Now it's Bill Gates' turn to tell you,he told that one is good news and the other is bigger good news. Good news was that In carorres people God selected me. And bigger good news is that Microsoft biggest problem is solved tomorrow.

This story shows that everyone may have a different approach to the same situation but the approach is the best for you as to how you can benefit yourself from that situation.

Now the question is whether we can adopt this kind of approach in our life ?? And if the answer is yes, let's start today.

"Attitude is everything so pick a good one"
-------------------------------------------------------
Gujarati:
દરેક વ્યક્તિ પોતાના જીવનમાં મોટી-મોટી સિદ્ધિઓ હાંસલ કરવા માંગે છે પ્રગતિ કરવા માંગે છે અને જે ખોટું નથી પરંતુ શું દરેક વ્યક્તિ એ હાસિલ કરી શકે ખરા?? તો તેનો જવાબ મળશે કે ના.
પ્રગતિ કરવા અને પોતે ધાર્યું કાર્ય કરવા પ્રામાણિક પુરુષાર્થ, કઠિન પરિસ્થિતિનો સામનો કરવા માટેનો અભિગમ તો હોવો જોઈએ પરંતુ તેની સાથે સાથે સૌથી મહત્વની વસ્તુ કે ગુણ જે દરેક વ્યક્તિ પાસે હોવો જોઈએ તે છે પરિસ્થિતિ પ્રત્યેનો સાચો એટીટ્યુડ. એટીટ્યુડ ને સાદા શબ્દોમાં સમજીએ તો તે તમારી વિચારધારા + તમારું વલણ

આપણા જીવનની સૌથી મોટી સિદ્ધિ એ છે કે આપણને જીવનમાં આનંદની કમી મહેસુસ ના થાય અને આ સિદ્ધિ તો જ હાંસિલ કરી શકાય જો આપણો એટિટયૂડ કોઈ પણ પરિસ્થિતિ માટે સાચો હોય. જેને આપણે પોઝિટિવ એટિટયૂડ પણ કહીએ છીએ. પરંતુ શું આપણે આપણા જીવનમાં પોઝિટિવ એટિટયૂડ રાખી શકે છે ખરા?? આને એક સામાન્ય ઉદાહરણ દ્વારા સમજીએ.

આપણને બધા એક વાક્યથી  તો ખૂબ જ પરિચિત છીએ 'તને ખબર પડી!!' આ વ્યક્તિ તારા વિશે શું બોલતો હતો?? અને આપણો જવાબ હોય 'ના નથી ખબર મને બોલો શું બોલતો હતો?'  બીજી વ્યક્તિ તમને જણાવે અને તેની વાત સાંભળીને આપણે તે વ્યક્તિ પ્રત્યે નો આપણો  અભિપ્રાય બદલી નાખીએ. અને તે વ્યક્તિ સાથે આપણો સંબંધ બગડ્યે આ કયા પ્રકારની બુદ્ધિમાની કહેવાય!! આ દર્શાવે છે કે આપણું મન કેટલું નબળું છે! કે આપણે કોઈપણ વ્યક્તિ ની વાતો માં આસાનીથી વિશ્વાસ કરીએ છે. આ સમયે આપણો એટીટ્યુડ એવો હોવો જોઈએ કે જો તે વ્યક્તિ સામે થી આવીને કહેશે આ વાત તો જ હું વિશ્વાસ કરીશ.

પોઝિટિવ એટિટયૂડ કોને કહેવાય??
એકવાર તુકારામ નામની એક વ્યક્તિ હતા જે ગામમાં વ્યસન છોડવાનું અને શિક્ષણનું ખૂબ જ સારું કાર્ય કરતા હતા. તેમના કાર્યોથી ગામમાં થતા ખોટા કાર્ય જેવા કે દારૂ પીવું, સંગીત માં નાચવું જેવા ઘણા મનોરંજન બંધ થઈ ગયા. ગામના લોકોને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેઓએ તેને બદનામ કરીને ગામની બહાર કાઢી મૂકવા રસ્તો શોધ્યો.

તેમને તુકારામને ગધેડા પર બેસાડ્યો, તેનું મુંડન કરી નાખ્યું, અને માથા પર ચૂનો ચોપડી દીધો, અને ગળામાં રીંગણની માળા પહેરાવી દીધી, અને આખા ગામમાં ફેરવ્યો જ્યારે તે ઘરે પહોંચ્યા ત્યારે તેની ધર્મ પત્ની ને ખૂબ જ આઘાત લાગ્યો અને જેને આત્મહત્યા કરવાનું વિચાર્યું.

તુકારામ તેની પત્નીને ઘરમાં લઈ ગયો મને સમજાવ્યું કે કંઈ ખોટું થયું નથી આવ્યું અને તેને આવું થયાના ત્રણ ફાયદા બતાવ્યા પહેલો ફાયદો જણાવતા તુકારામે કહ્યું કે આપણે ઘણા સમયથી રીંગણનું શાક ખાધું નથી તુ જો આપણે કેટલા મફતમાં મળી ગયા, બીજો ફાયદો કે મારા ઘણા બધા વાળ વધી ગયા હતા આ લોકો એ મુંડન પણ કરાવી આપ્યું, ચૂનો લગાવ્યો તમારા માથામાં ખોળો પણ નઈ થાય. આપણા લગ્ન માં મારી સવારી પણ નથી નીકળી તો આજે ગધેડા પર સવારી કરીને આખું ગામ પણ કરી લીધું. તેથી આમાં આત્મહત્યા કરવા જેવું કંઈ છે જ નહીં કારણ કે આપણી જોડે કંઈ ખોટું થયું નથી. આ છે પોઝિટિવ એટિટયુડ!!


આપણા જીવનમાં કોઈપણ પ્રકારની પરિસ્થિતિ નું મહત્વ તો તો માત્ર ૧૦ ટકા છે પરંતુ આપણે તે પરિસ્થિતિને કઈ રીતે હેન્ડલ કરી છે તેનું મહત્વ ૯૦ ટકા છે. આપણું જીવન એક બંધ થેલીમાં મિક્સ થયેલી ચોકલેટ જેવું છે. કારણકે બંધ થેલીમાંથી ચોકલેટ લઈશું તો આપણને ખબર નથી કંઈ પ્રકારની ચોકલેટ હશે ખાટી આવી શકે મીઠી પણ આવી શકે. જીવન પણ આવું જ કંઈક છે, આપણા જીવનમાં ક્યારેક કઈ પરિસ્થિતિ આવશે તે આપણને ખબર નથી, પરંતુ તે પરિસ્થિતિને કઈ રીતે હેન્ડલ કરવી એ તો આપણા હાથમાં જ છે તો શું તે પરિસ્થિતિ પ્રત્યે પોઝિટિવ એટિટયૂડ રાખી તે પરિસ્થિતિને વધારે સારી રીતે ના જીવીએ.

 અમેરિકન સાઈકોલોજીસ્ટ જેફ કેલર એ ઘણા બધા સંશોધનો કર્યા પછી ઘણાં બધા સકસેસફુલ વ્યક્તિઓને મળ્યા બાદ તેઓ એક એવા તારણ પર આવ્યા કે અને તેની પર એક બુક પણ લખી અને બુકનું નામ છે "એટીટ્યુડ ઈઝ એવરીથિંગ"

ખૂબ જ સુંદર વાર્તા છે જે વ્યક્તિને એટીટ્યુડ ને સમજાવે છે આ વાર્તા ૧૯૯૯ના સમયની છે. આ સમયે અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિન્ટન, સેક્રેટરી કોલિંન પોવેલ, અને સૌથી સફળ બિઝનેસમેન બિલ ગેટ્સ હતા. આ ત્રણેયને ભગવાને સ્વર્ગમાં બોલાવ્યા અને કહ્યું તમે પૃથ્વી પર ના ખૂબ જ શક્તિશાળી માણસ છો. તેથી હું તમને એક વાત જણાવવા માગું છું કે કાલે પૃથ્વીનો નાશ થઇ જશે. અને આ વાત તમારે તમારા દેશવાસીઓને જણાવવાની છે.

બિલ ક્લિન્ટને પ્રેસ કોન્ફરન્સ સંબોધતા કહ્યું કે તમારા માટે ગુડ ન્યૂઝ અને એક બૅડ ન્યુઝ છે. ગુડ ન્યૂઝ એ છે કે હું સ્વર્ગમાં ભગવાને મળ્યો. અને બેડ ન્યૂઝ એ છે કે કાલે પૃથ્વીનો વિનાશ થવાનો છે.

હવે કોલિંન પોવેલ નો વારો આવ્યો તને કહ્યું એક-બેડ ન્યૂઝ અને એક ગુડ ન્યૂઝ છે. બેડ ન્યુઝ એ છે કે ભગવાન અસ્તિત્વ ધરાવે છે. અને ગુડ ન્યુઝ છે કે કાલે ઈરાન નો ખાતમો થઈ જશે.

હવે બિલ ગેટ્સ નો વારો આવ્યો તને કહ્યું એક ગુડ ન્યુઝ અને બીજી તેનાથી મોટી ગુડ ન્યુઝ છે.પેહલી ગુડ ન્યુઝ છે કે આટલા બધા વ્યક્તિઓમાંથી ભગવાને મારૂ સિલેક્શન કર્યું અને સૌથી મોટી ગુડ ન્યુઝ છે કે અત્યાર સુધી માઈક્રોસોફ્ટ આવતો સૌથી મોટો પ્રોબ્લેમ કાલે સોલ્વ થઈ જશે. 

આ વાર્તા દર્શાવે છે કે દરેક વ્યક્તિનો એક જ પરિસ્થિતિ માટે અલગ અલગ પ્રકારનો અભિગમ હોઈ શકે પરંતુ તમે તે પરિસ્થિતિમાંથી પોતાને કેટલો લાભ અપાવી શકો તે અભિગમ તમારા માટે સૌથી બેસ્ટ છે.

હવે વિચારવાનું એ છે કે આપણે શું આપણા જીવનમાં આ પ્રકારનો અભિગમ અપનાવી શકીએ?? અને જો જવાબ હા હોય તો તેની શરૂઆત આજથી જ કરીએ.

"Attitude is everything so pick a good one"

Comments

Popular posts from this blog

international yog Divas 2020 (આંતરરાષ્ટ્રીય યોગા દિવસ 2020)

Kargil Vijay diwas🇮🇳

world no tobacco ( dayવિશ્વ તમાકુ નિષેધ દિવસ)