world no tobacco ( dayવિશ્વ તમાકુ નિષેધ દિવસ)


The World Health Organization (WHO) celebrates May 31 as World No Tobacco Day. The World Health Organization (WHO) starts celebrates this day on the 1987. Its purpose is to organize various programs to educate the people about the harmful effects of tobacco on the body. .People are inspired to quit smoking.

The number of people addicted to tobacco in the world is not one or two crores but about one hundred (100) crores. And because of it about 3 million people die in the world every year. Not only that but 6 to 7 lakh innocent people who are not addicted and who are in constant contact with people who use tobacco die every year. One person dies due to tobacco every 6 seconds in the world. One million people die every year due to Tamaku.

People use tobacco in different ways. Some are addicted to beedi, cigarettes, some are addicted to mava, gutka, areca nut. Some people think that cigarettes only harm the body but the fact is that any type of the tobacco  addiction leads to death in the long time. Because all tobacco products contain toxic elements like arsenic, ammonia, nicotine, which are harmful to our body.

Have you ever seen an animal chewing a cigarette or a beedi? Yes, this is hard to hear but it is true. Have you ever seen a cow, buffalo or goat chewing mawa!! No, but yes, if you put a human-like animal with tobacco in your mouth, you wouldn't see it every day !!

"Why do you smile after putting Tobacco in your mouth
Donkeys grazing on his farm don't even go
Anyone who is addicted to beedi, tobacco, arecanut will be ruined along with his family "

Dr. Arpan shah

This year the World Health Organization has launched The Secret's Out # Exposed Tobacco Campaign which will open a poll of companies producing and selling tobacco. And prevent addiction in new generation.

It is not known when this habit, which is started in the beginning, becomes addictive. It is not known when this habit, which was started for fun, becomes poison. Poison kills immediately when tobacco leads to death every day. There are also many misconceptions about tobacco, such as that tobacco preventacidity. But this is just an excuse and it shows that you are addicted to tobacco. But the truth is that one Cigarettes shorten a person's life by ten minutes and eventually lead to death.

Tobacco consumption in the long run leads to terrible diseases like cancer. Tobacco side effects such as cancer of the mouth, tongue, larynx, heart disease, cervical, digestive and intestinal cancer, lung cancer, impotence can also lead to it. The financial situation of the family deteriorates. Sometimes the genes of a person who has been using tobacco for many years also mutate, which can lead to cancer. The whole world is currently going through a corona epidemic. The World Health Organization has published a report on the relationship between corona and tobacco The coronavirus easily affects a person who smokes tobacco, as the lungs lose their elasticity and cannot function due to tobacco use. So the virus easily damages the lung cells and therefore makes it difficult to breathe.No
Quitting tobacco addiction is like hitting an ax on your own foot, because you yourself invite a terrible disease like cancer.

People who consume betel nut and gutka suffer from a serious illness like not opening their mouth. Do you think that not opening your mouth is a bit of a disease ?? But you will be surprised to know that this is just a prior symptom of oral cancer. If you are not careful, no one can prevent oral cancer.

Can't quit this tobacco addiction ?? You can quit ... but you have to keep your mind firm. If your mind is firm, you can get rid of this addiction with ease. Get rid of addiction and save yourself and your family from ruin.

So let's take part in the #ExposedTobacco campaign launched by the World Health Organization today and get rid of this addiction form new generation


Gujarati:
વિશ્વ આરોગ્ય સંસ્થા ૩૧ મે ના દિવસ ને ' વિશ્વ તમાકુ નિષેધ દિન' તરીકે મનાવવામાં આવે છે.વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ૧૯૮૭ થી આ દિવસ મનાવવામાં આવે છે.તેમનો હેતું વિવિધ પ્રકારના કાર્યક્રમ ને યોજી લોકોને તમાકુ ની શરીર પર થતી હાનિકારક અસરોની જાણકારી આપવામાં આવે છે.લોકો ને તમાકુ મુક્તિ માટે પ્રેરણા આપવામાં આવે છે.

વિશ્વમાં તમાકુ નું વ્યસન કરતા લોકો ની સંખ્યા કઈ એક કે બે કરોડ નથી પણ આશરે એક સો (૧૦૦) કરોડ છે.અને તેને કારણે આશરે દર વર્ષે વિશ્વ માં ૬૦ લાખ લોકો મૃત્યુ પામે છે. તેટલું જ નહિ પણ જે વ્યસન નથી કરતા તેવા નિર્દોષ લોકો જે સતત તમાકુ નું સેવન કરતા લોકો ના સંપર્ક માં હોય એવા ૨ થી ૩ લાખ લોકો દર વર્ષે મૃત્યુ પામે છે.વિશ્વ માં દર ૬ સેકન્ડે એક વ્યક્તિ નું તમાકુના કારણે મૃત્યુ થાય છે.ભારત માં જ દર વર્ષે દસ લાખ લોકો તમાકુ ના કારણે મૃત્યુ પામે છે.

લોકો અલગ અલગ પ્રકારે તમાકુ નું સેવન કરતા હોય છે.કેટલાક ને બીડી , સિગારેટ તો કેટલાક ને માવા ,ગુટકા ,સોપારી નું વ્યસન હોય છે.કેટલાક વિચરતા હોય છે કે સિગારેટ જ શરીર ને નુકશાન કરે પણ હકીકત તો એ છે કે તમાકુ નું કોઈ પણ પ્રકારનું વ્યસન લાંબા ગાળે તો મોત જ નોતરે છે.કારણકે તમાકુ ના બધા જ પ્રોડક્ટ માં આર્સેનિક , એમોનિયા ,નિકોટીન ,જેવા ઝેરી તત્વો હોય છે આપણા શરીર ને નુકશાન કરે છે.

કોઈ પશુ ને તમે સિગારેટ ના કે પછી બીડી ના ઠુઠા ચાવતા જોયા છે ?? હા આ  વાત સાંભળવી તો કઠિન છે પણ સત્ય છે. કોઈ ગાય ભેંશ કે પછી બકરી ને માવો ચાવતા જોયા છે ખરા !! નહિ ને ,પણ હા  મનુષ્ય રૂપી પ્રાણી ને તમાકુ વાળો માવો મસળી ને મોઢા માં મૂકતા તો રોજ જ જોતા હશો નઈ!!
"તમાકુ ગલોફે ભરાવી તું શાને મલકાઈ ?
એના ખેતરમાં ચરવાતો ગધેડા પણ ના જાય
બીડી ,તમાકુ ,સોપારી ના વ્યસને જે સપડાય પોતે તેના કુટુંબ સાથે પાયમાલ થઈ જાય" 
                                      Dr. Arpan shah 

 આ વર્ષે વિશ્વ આરોગ્ય સંસ્થા એ The secret's out # Exposed Tobacco  ઝુંબેશ ચલાવી છે જેેેના દ્વારા તમાકુ ઉત્પાદન કરતી અને વેેેચતી કમ્પની ઓની પોલ ખુુલશે, યુુકતી ઓ અને તેમના દ્વારા આપવામાં આવતા પ્રલોભન કેવી રીતે નવી પેઢીને ખોટા મારગે ડોરે છે અને જીવન બરબાદ કરે છે તેેની જાણ થશે.

શરૂઆત માં દેખા દેખી માં શરૂ કરવામાં આવતી આ કુટેવ કયારે વ્યસન બની જાય છે તેની ખબર પણ નથી પડતી.મોજ મજા માટે શરૂ કરાયેલી આ કુટેવ ક્યારે ઝેર બની જાય છે તેની ખબર નથી પડતી.ઝેર તાત્કાલિક મારે છે જયારે તમાકુ રોજ મૃત્યુ તરફ લઈ જાય છે .આ ઉપરાંત તમાકુ વિશે ઘણી ખોટી માન્યતાઓ પણ સાંભળવામાં આવે છે.જેવી કે તમાકુ નું સેવન કરવાથી એસિડિટી ન થાય .પણ આ તો માત્ર બહાના છે અને તે બતાવે છે કે તમે તમાકુ ના વ્યસન માં બંધીય ગયા છો.પણ સત્ય તો એ છે કે એક સિગારેટ મનુષ્ય નું આયુષ્ય દસ મિનીટ ધટાળે છે અને અંતે તો મોત જ નોતરે છે.

તમાકુ નું સેવન લાંબેગાળે કેન્સર જેવી ભયાનક બીમારી નોતરે છે.તમાકુની આડઅસરો જેવી કે મોંઢાનું ,જીભ ,સ્વરપેટી નું કેન્સર ,હૃદય રોગ ,ગરભાસાય, પાચનતંત્ર તથા આંતરડાનું કેન્સર, ફેફસાનું કેન્સર, નપુંસકતા પણ નોતરે છે પણ આતો વ્યક્તિ ગત છે .પણ તેને કારણે ધર પરિવાર ની આર્થિક સ્થિતિ બદ થી ય બતર થઈ જાય છે. કેટલીક વાર ઘણા વર્ષો થી તમાકુ નું સેવન કરતી વ્યક્તિ ના જનીન માં પણ પરિવર્તન થાય છે જે કેન્સર નોતરે શકે છે.હાલમાં આખું વિશ્વ કોરોના મહામારી માંથી પસાર થઈ રહ્યું છે.વિશ્વ આરોગ્ય સંસ્થાએ  કોરોના અને તમાકુ વચ્ચે ના સંબધ પર એક રિપોર્ટ બનાવ્યો છે,તે મુજબ તમાકુ નું સેવન કરતી વ્યક્તિ ને કોરોના વાઇરસ સરળતાથી અફેક્ટ કરે છે, કારણકે તમાકુ નું સેવન કરવાથી ફેફસા પોતાની શિથિલતા ગુમાવે છે અને પોતાનું કાર્ય કરી શકતા નથી.જેથી આ વાઇરસ સરળતાથી ફેફસા ના કોશો ને નુકશાન કરે છે અને તેથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે.તમાકુ નું વ્યસન ન છોડવું એ પોતાના પગ પર કુહાડી મારવા જેવું છે, કારણકે તમે જાતે જ કેન્સર જેવી ભયાનક બીમારી ને આમંત્રણ આપો છો.

સોપારી , ગુટકા નું સેવન કરનાર લોકો મોઢું ન ખુલવા જેવી ગંભીર બીમારી થી પીડાય છે.તમને થાય કે મોઢું ન ખૂલવું એ બીમારી થોડી કેહવાય?? પણ તમને જાણતા હેરાની થશે કે આ એક મોઢા નું કેન્સર થતાં પહેલા નું એક લક્ષણ જ છે.જો તમે સાવચેતી નઈ રાખો તો મોઢાનું કેન્સર થતું કોઈ પણ અટકાવી નઈ શકે.
  
આ તમાકુ નું વ્યસન છોડી ન શકાય?? છોડી જ શકાય ને ...પણ મન ને મક્કમ રાખવું પડે.જો મન મક્કમ હોય તો તમે આરામ થી આ વ્યસન માંથી મુક્તિ મેળવી શકો છો.આ માટે તમે તમાકુ મુક્તિ કેન્દ્ર નો પણ સહારો લઇ શકો, ડૉક્ટર ની પણ સલાહ લઈ શકાય અને આ વ્યસન માંથી મુક્ત થઈ પોતાને ને પોતાના પરિવાર ને બરબાદ થવાથી બચાવી શકાય.

તો ચાલો આજે જ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવેલ ઝુંબેશ # Exposed Tobacco  માંં ભાગ લઈએ અને આવનાારી પેેેથી ને આ વ્યસન માંથી મુકતિ અપાાવીએ.

-----------------------------------------------------

Comments

Popular posts from this blog

Does social influencer brainwash us ??

Doctor's Day special ( ડોક્ટર ડે સ્પેશિયલ)