father's day special (ફાધર્સ ડે સ્પેશિયલ)

In our culture, society and literature, a lot has been written about mother and daughter, but neither the writers nor the poets have paid so much attention to the father. Many such so-called mothers have become. And everything is also true. But what is a father? Very little is described about it in the literature.


When you were younger, we used to ask for an essay on my mother in school ... I never asked for an essay on my father. When we were little mom would wake up in the morning, get ready, send to school, freeze so you spend the whole day with mom. So with open eyes you can see mother's love. But no one can see the love of a father who has been working hard to fulfill your desires since morning.


If the mother is the benefactor of the house, then the father is the existence of the house, but have you tried to understand the existence of the house? Motherhood is eloquent, but father's sacrifice is dumb. If the mother has a sea of ​​tears then the father has a wall of restraint. The mother can cry but the father cannot cry because he works to unite the whole family. He does the work of giving discipline so he drinks the tears.


We all laugh when we see pearls. If every pearl is a member of your household then its string is your father. Just as the cord holds each pearl together, so the father holds each member of the household together. If the mother is the essence of the world, we are the chariot of the world, then the father is the essence of the world.


But does society really value the father so much ?? In Ramayana we talk about Rama, Lakshmana, and Janaki, Sumitra but don't do injustice to them by forgetting Dasharatha who died in Rama's bereavement !! In Mahabharata we remember Krishna, Yashoda, Devaki, we talk about immense love with Krishna. But do not do injustice to Vasudev by crossing the river Yamuna to protect his son in the downpour !!


So the third Sunday in June every year is celebrated as Father's Day to remember the deeds done by the father and to know his true importance and the secret hidden behind him. This year June 21 will be celebrated as Father’s Day.


The presence of the father is like the sun, it feels hot, but if it is not, life is dark. Dad looks tough to everyone on the outside but very soft on the inside. When we were little we used to know that Dad didn't have time for me, whenever you were at home, Dad was at work, or working hard to earn money. Because he wants to give all the happiness to his children, he wants to fulfill all the desires of his children, he does not want his children to suffer whatever he has suffered. That is why it is said that mother is like an open book which can be easily understood by anyone but father is very difficult to understand because only father can truly understand his value and his distance can understand soul.


Strict metaphors like mob in the house, sail in the boat, and foundation in the building are always given to the father. Because, the coupe that erupts from the natural huff from the seed is my mother's love, but the seasons that turn this coupon into a banyan tree are the seasons, that is, the father. But don't worry, my stomach is very full, there is only a father who feeds me saying that I am not hungry. No poison is the father who saves both us and time from the throat in his throat. The father, like the father, endures the heat and gives shade to the family.


The water inside the coconut, if there is a mother, is the father of the hard crust on the outside. This is what comes together and ripens the copra seeds inside. Only when this seed protects the seed from the outside environment can the inside water ripen the copra seed. Always the father sees his offspring in the third eye. That is why Mr. Fal has three eyes.


The Supreme Father, the Creator of this creation, is Paramatma !! The God who gives heaven after death but the mother who makes heaven for her children on earth. In the same way, God gives you everything you want, but He gives more without asking for anything, Father !! He is the Father in whose prayers you have won everything but who has lost everything for your victory. The father not only survives but also wins in difficult situations.


If you want to experience what a home without a father is, then one day work from the heart without using your thumb, if only you can understand the value of a father !!


So let's not keep an eye on the father. Let's respect them and save them. Let's take pride in him. Respect the father, respect him🙏🙏

Another article:

ગુજરાતી:
આપણી સંસ્કૃતિમાં ,સમાજમાં અને સાહિત્ય માં માતા અને દીકરી વિશે તો ખૂબ જ લખાયું છે પરંતુ સાહિત્યકારોએ કે પછી કવિઓએ પિતા પર એટલું બધું ધ્યાન આપ્યું જ નથી." માં તે માં બીજા બધા વન વગડાના વા". આવી ઘણી બધી કહેવાતો માતા વિશે બની છે. અને બધું સાચું પણ છે. પણ પિતા એટલે શું?? તેના વિશે સાહિત્યમાં ખૂબ જ ઓછું વર્ણન કરવામાં આવ્યું છે.
જ્યારે આપને નાના હતા ત્યારે આપણને શાળામાં મારી મા પર નિબંધ પૂછાતો... ક્યારે પણ પિતા પર નિબંધ પૂછવા માં નથી આવ્યો. જ્યારે આપણે નાના હતા ત્યારે મમ્મી સવારે ઉઠાડે ,તૈયાર કરે, શાળાએ મોકલે ,જમાડે આમ સંપૂર્ણ દિવસ આપને માતા સાથે વિતાવીએ છે. તેથી ખુલ્લી આંખે આપને માતાનો પ્રેમ દીખી શકીએ છે. પરંતુ સવારથી કામ પર ગયેલા તમારી ઇચ્છાઓ પૂર્ણ કરવા મહેનત કરતા પિતાના પ્રેમને કોઈ દેખી શકતુ નથી.

જો માતા ઘરનું માંગલ્ય હોય ને તો પિતા ઘર નું અસ્તિત્વ છે પરંતુ શું આપને ઘરના અસ્તિત્વને સમજવાની કોશિશ કરી છે ખરા!! માતૃત્વ તો બોલકું છે, પરંતુ પિતા નું બલિદાન તો મૂગુ છે. માતા પાસે જો આંસુનો દરિયો હોય તો પિતા પાસે સંયમની દીવાલ છે. માતા તો રડી શકે છે પરંતુ પિતા રડી શક્તો નથી કારણકે તે આખા કુટુંબને એક કરવાનું કાર્ય કરે છે અનુશાસન આપવાનું વાકાર્ય કરે છે તેથી તે આંસુ ને પી જાય છે.

આપણે બધાએ મોતીની માળા તો જોઈ હસે. જો દરેક મોતી તમારા ઘરના સદસ્ય તો તેની દોરી એ તમારા પિતા છે.  જે રીતે દોરી દરેક મોતીને એક સાથે રાખવાનું કાર્ય કરે છે, તેવી જ રીતે પિતા ઘરના દરેક સદસ્યને જોડી રાખવાનું કાર્ય કરે છે. જો માતાએ સંસારનો સાર છે આપને સંસારનો રથી છીએ તો પિતાએ તે સંસારના સારથી છે.

પરંતુ શું સમાજ પિતાને એટલું મહત્વ આપે છે ખરા?? રામાયણમાં આપને રામ, લક્ષ્મણ,અને જાનકી ,સુમિત્રા ની વાત કરીએ છીએ પરંતુ રામના વિયોગમાં મૃત્યુ પામેલા દશરથને ભૂલીને તેમની સાથે અન્યાય તો નથી કરતા ને!! મહાભારતમાં આપને કૃષ્ણ, યશોદા, દેવકી ને યાદ કરીએ છીએ , કૃષ્ણ સાથેના અપાર પ્રેમ ની વાત કરીએ છે. પરંતુ ધોધમાર વરસાદમાં પોતાના પુત્રની રક્ષા માટે યમુના નદી પાર કરનાર વસુદેવ ને ભૂલીને તેમની સાથે અન્યાય તો નથી કરતા ને!!

 તેથી પિતાએ કરેલા કાર્યોને યાદ કરવા અને તેમના સાચા મહત્વને અને તેમની પાછળ છુપાયેલા રહસ્યને જાણવા દર વર્ષે જૂન મહિનાના ત્રીજા રવિવારને ફાધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે 21 જૂનને ફાધર્સ ડે તરીકે ઉજવવામાં આવશે.

પિતાની ઉપસ્થિતિ સૂર્ય જેવી હોય છે ગરમ તો લાગે પરંતુ જો ના હોય તો જીવનમાં અંધકાર છવાઈ જાય છે. પિતા બહારથી બધાને કઠોર લાગે છે પરંતુ અંદરથી ખૂબ જ મૃદુ હોય છે. જ્યારે આપણે નાના હતા ત્યારે આપણને થાતુ કે પપ્પા પાસે તો મારી માટે સમય નથી, જ્યારે પણ આપને ઘરમાં હોયે, ત્યારે પપ્પા નોકરી પર હોય, અથવા રૂપિયા કમાવા મહેનત કરતા હોય છે. કારણકે તે પોતાના સંતાનને બધા જ સુખ આપવા માંગે છે, પોતાના સંતાનની બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરવા માંગે છે તે નથી ઈચ્છતા કે તેમને જે દુઃખ પડ્યા છે તે તેમના સંતાનને પડે. તેથી તો કહેવાય છે કે માતા એક ખુલ્લી કિતાબ જેવું છે જેને કોઈપણ વ્યક્તિ સરળતાથી સમજી શકે છે પરંતુ પિતા ને સમજવા ખૂબ જ અઘરા છે કારણકે પિતાને સાચી રીતે એ જ સમજી શકે જે એમનો ભાવ સમજી શકે તેમની અંતર આત્મા ને સમજી શકે.

 ધર માં મોભ,હોડી માં સઢ, અને ઈમારતમાં પાયા જેવી કડક ઉપમા જ હંમેશા પિતા ને અપાય છે. કારણ, બીજમાંથી કુદરતી હુફ થી જે કૂપનો ફૂટે છે તે માંનો પ્રેમ છે પરંતુ જે ઋતુઓ આ કુપન  ને વટવૃક્ષ માં ફેરવે છે તે ઋતુઓ એટલે કે પિતા.જ્યારે અડધો રોટલો ખાવા માટે હોય અને ના બેટા મારે નથી ખાવું તું ખાઈ જા તેવું કેહવી વાળી માં હશે.પરંતુ બેફિકર થઈ મારું પેટ તો ખુબજ ભરેલું છે, મને ભૂખ નથી ,તેવું કહીને ખવડવનાર પિતા જ હોય છે.જ્યારે આપણે દુઃખ માં હોઈએ ત્યારે આપણા માટે દુઃખ ની પારાવાર વેદના જેના હદય માં થી નીકળતી હોય તે માં જ હોય છે.પરંતુ તે દુઃખ ના વિષ ને જે ને પોતાના કંઠ માં કંથરુંથી ને પણ આપણને અને સમય બંને સાચવી લેનાર પિતા જ હોય છે. વડલા ની જેમ તાપ સહન કરી પરિવાર ને છાયડો આપે છે પિતા.

નારિયેળ ની અંદર નું પાણી જો માતા હોય તો બહાર નું કઠણ કાચલી નું પડ પિતા છે.આ બને ભેગા થઈ અંદર કોપરાનું બીજ ને પકવે છે. જ્યારે આ કાચલી બહારના પર્યાવરણથી બીજ નું રક્ષણ ત્યારે જ અંદર નું પાણી કોપરા ના બીજને પકવી શકે છે.જ્યારે પિતા સમગ્ર દુઃખો થી અને કઠોર પરિસ્થિતિમાં ધરનું રક્ષણ કરે છે ત્યારે જ સંતાનનો ઉછેર થાય છે. હંમેશા પિતા તેમના સંતાન ત્રીજી આંખે જુએ છે. તેથી જ શ્રી ફળ ને ત્રણ આંખો હોય છે.

આ સૃષ્ટિ સર્જનહાર પરમ પિતા એ પરમાત્મા!! મૃત્યુ પછી સ્વર્ગ આપે તે પરમાત્મા પરંતુ પૃથ્વી પર જ પોતાના સંતાન માટે સ્વર્ગ બનાવી દે તે માતા. તેવી જ રીતે તમે જે માંગો તે બધું જ આપે તે પરમાત્મા પરંતુ કશું જ માંગ્યા વગર વધુ જ આપી દે એ છે પિતા!! તમે જેની પ્રાર્થનાથી બધું જીત્યા તે માં છે પરંતુ તમારી જીત માટે બધુ હારી દીધું હોય ને તે પિતા છે. પિતા માત્ર જીવાડતા નથી એ કઠિન પરિસ્થિતિમાં જીતાડે પણ છે.

જો પિતા વિનાનું ઘર શું છે, તેનો અનુભવ કરવો હોય તો દિલથી એક દિવસ અંગુઠા👍 નો ઉપયોગ કર્યા વગર માત્ર આંગળીથી કામ કરી જો તમને પિતા ની કિંમત સમજાઈ જશે!!

તેથી પિતાને નજરમાં નહી કીકીમાં રાખીએ. એમનું માન જાળવીએ અને એમને સાચવીએ. એમનું ગૌરવ લઇએ.પિતાને માન આપો, સન્માન આપો.🙏🙏

Another article;
--------------------------------------------------


Comments

Popular posts from this blog

Does social influencer brainwash us ??

Doctor's Day special ( ડોક્ટર ડે સ્પેશિયલ)

world no tobacco ( dayવિશ્વ તમાકુ નિષેધ દિવસ)