International day for Biodiversity ( આંતરરાષ્ટ્રિય જીવવિવિધતા દિવસ )
May 22 is celebrated every year by the United States as International Biodiversity Day. Biodiversity Day is celebrated with the aim of creating a better understanding and awareness of biodiversity among the people.
What is this biodiversity ??
This biodiversity is the diversity and variability of the different types of organisms found on Earth. You know that not all organisms are found everywhere. They vary in shape, size, proportion, color, life cycle, and many other things If you look at an example, whales and dolphins are very large aquatic mammals while elephants have a land habitat. We identify them on the basis of similarities and differences.
But why is there such a difference ??
This requires basic information about genetic diversity, genetic diversity, and diversity in the ecosystem.
Genetic diversity: Organisms of each species have genetic material. In India, rice has more than 20,000 genetically diverse varieties and 1000 varieties of mangoes. Due to the diversity of these genes, there is an opportunity for natural selection in the process of evolution and this is the basis for the formation of new species.
Gender Diversity: The more species there is in a given area, the more species there is. The sanctuary is home to 457 species of plants, 140 species of birds and 40 species of mammals.
Diversity of Habitats: Each habitat is established in a specific environmental condition. Only certain types of plants and animals grow in it. So we can say that gender diversity is changing the ecosystem
Importance of Biodiversity: This biodiversity is useful to human beings in different ways. This use can be direct or indirect.
Biodiversity provides food for humans and their pets. Animals use plants as food. Foods such as rice, wheat, corn, vegetables, fruits, milk, eggs, meat, fish, etc. provide this biodiversity.
Biodiversity provides fertile useful value. Penicillin is found in fungi for example. It also proves useful value by selling animal husbandry products such as milk, eggs, meat, silk, etc.
Biodiversity has a very artistic value. Examples include ecology, bird watching, wildlife, catching pets, etc. Today flora and fauna are recognized as a symbol of national pride and a symbol of cultural heritage. The tiger has been declared the national animal and the peacock the national bird in India.
Biodiversity is very important for the maintenance of the ecosystem to sustain life on Earth. Just as forests are involved in the conservation of carbon dioxide and its conversion to carbon and oxygen.
Today, an estimated 1.7 to 1.8 million species are known globally.
Biodiversity is being destroyed: Biodiversity is being destroyed very fast. According to a report by the IUCN (International Union for Conservation of Nature and Natural Resources) Redlist, six species have become extinct in the last five hundred years. If this trend continues, by the end of the 21st century, the earth's biodiversity will be reduced by 50 percent.
The main reason for the destruction of biodiversity is the extinction of their habitat. New railway lines, dams, falling trees, clearing lands for agriculture, deforestation, etc. are the main causes of habitat extinction.
Humans use natural resources for food and other purposes but when this need results in craving, natural resources are over-exploited. For example, marine organisms such as fish, lizards, crustaceans, sea turtles were found in excess, which led to the extinction of these animals. Passenger pigeons were killed for food in North America, which led to the species becoming extinct 500 years ago.
When species become extinct, species associated with plants and animals also inevitably become extinct. When the host fish becomes extinct, the parasites that live with it also become extinct
Preservation of Biodiversity: Preservation of Biodiversity means the maintenance of genetic complexes, species and habitats and their maintenance is your moral responsibility. We need to maintain a bio-environment that is better, if not better, for our future generations, because the future depends on the decisions we make today as individuals and as a nation.
Gujarati:
યુનાઈટેડ દેશ દ્રારા દર વર્ષે ૨૨ મે ને આંતરરાષ્ટ્રીય જીવવિવિધતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.લોકો માં જીવવિવિધતા વિશે વધારે સારી સમજ કેળવવા અને તે વિશે જાગૃતિ ફેલાવવા ના હેતુ થી જીવવિવિધતા દિવસ ઉજવવામાં આવે છે.
શું છે આ જીવવિવિધતા??
આ જીવવિવિધતા એ પૃથ્વી પર જોવા મળતા અલગ અલગ પ્રકાર ના જીવો ની વિવિધતા અને પરિવર્તન શીલતા છે.તમે જાણો છો કે બધા સજીવો બધે જ જોવા મળતા નથી.તેઓમાં આકાર, કદ, પ્રમાણ, રંગ, જીવનચક્ર, અને બીજી ગણી બાબતોમાં વિવિધતા જોવા મળે છે.આપને ઉદાહરણ જોઈએ તો વ્હેલ અને ડોલ્ફિન ખુબજ વિશાલ કદ ના જલીય સસ્તન છે જયારે હાથી એ ભૂમિય નિવાસસ્થાન ધરાવે છે.સામ્યતા અને ભિન્નતા ને આધારે આપણે તેમની ઓળખ કરીએ છે.
પણ શા માટે આવી ભિન્નતા જોવા મળે છે??
આ માટે આપને જનીન વિવિધતા ,જાતિ વિવિધતા ,અને ઇકોસિસ્ટમ માં વિવિધતા વિશે બેઝિક માહિતી મેળવવી પડે .
જનીન વિવિધતા: દરેક જાતિના સજીવો જનીન દ્રવ્ય ધરાવે છે. ભારતમાં ચોખા ૫૦ હજારથી વધારે જનીનિક વૈવિધ્ય ધરાવતી જાતિઓ અને કેરીની 1000 વેરાઈટી ધરાવે છે. આ જનીનની વિવિધતાને કારણે જ ઉદ વિકાસની પ્રક્રિયામાં નૈસર્ગિક પસંદગીની તક રહે છે અને આજ નવી જાતિના નિર્માણ માટેનો આધાર છે.
જાતિ વિવિધતા: કોઈપણ વિસ્તારમાં વસ્તી વિવિધ જાતિઓ દ્વારા તે વિસ્તાર ની જાતિ વિવિધતા નક્કી થાય છે જેટલી વધુ જાતિઓ એટલું બધું વૈવિધ્ય. અભ્યારણ્યમાં 457 વનસ્પતિ ની જાતી 140 પક્ષીઓની જાતિ 40 સસ્તન ની જાતી જોવા મળે છે.
નિવસન તંત્ર ની વિવિધતા: દરેક નિવસનતંત્ર ચોક્કસ પર્યાવરણીય પરિસ્થિતિમાં સ્થાપિત થયેલ હોય છે. તેમાં ચોક્કસ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ જ વૃદ્ધિ પામતો હોય છે. તેથી આપણે એવું કહી શકે કે જાતિ વિવિધતા નિવસનતંત્ર -નિવસનતંત્ર બદલાતી જાય છે
જૈવવિવિધતાનું મહત્વ: આ જૈવિક વિવિધતા મનુષ્ય માટે જુદી જુદી રીતે ઉપયોગી છે. આ ઉપયોગ સીધો કે પરોક્ષ રીતે હોઈ શકે.
જૈવવિવિધતા મનુષ્ય અને તેના પાલતુ પ્રાણીઓ માટે ખોરાક પૂરો પાડે છે. પ્રાણીઓ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ચોખા, ઘઉં, મકાઈ, શાકભાજી ,ફળ ,દુધ, ઈંડા, માસ, મત્સ્ય,વગેરે જેવી ખાવા-પીવાની વસ્તુઓ આ જૈવ વિવિધતા પૂરી પાડે છે.
જૈવવિવિધતા ફળદ્રુપ ઉપયોગી મૂલ્ય પૂરું પાડે છે. ઉદાહરણ તરીકે ફૂગમાંથી પેનિસિલિન મળે છે. આ ઉપરાંત પશુપાલન ની પેદાશો જેવીકે દૂધ ઈંડા માંસ ,રેશમ વગેરે જેવી વસ્તુઓ ની વેચીને ઉપયોગી મૂલ્ય પુરવાર કરે છે.
જૈવવિવિધતા ખૂબ જ કલાત્મક મૂલ્ય ધરાવે છે. તેના ઉદાહરણો જેમકે પર્યાવરણીય પ્રવાસ, પક્ષી દર્શન ,વન્ય જીવો, પાલતુ પ્રાણી ને પકડવા વગેરે. આજે વનસ્પતિ અને પ્રાણીઓને રાષ્ટ્રીય ગૌરવ માટે નિશાની અને સાંસ્કૃતિક વારસાના પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં વાઘને રાષ્ટ્રીય પ્રાણી અને મોરને રાષ્ટ્રીય પક્ષી તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે.
પૃથ્વી પર નું જીવન ટકાવવા નિવસન તંત્ર ની જાળવણી માટે જૈવ વિવિધતા નું મહત્વ ખુબ જ છે. જે રીતે કે કાર્બન ડાયોક્સાઇડનું કાર્બન અને ઓક્સિજનમાં રૂપાંતર અંગેના સંરક્ષણ સાથે જંગલ સંકળાયેલા છે.
આજે વૈશ્વિક સ્તરે અંદાજિત 1.7to 1.8 million જાતિઓ ઓળખાય લી છે.
જૈવ વિવિધતાનો નાશ: જૈવ વિવિધતાનો નાશ ખૂબ જ ઝડપથી થઇ રહ્યોછે. IUCN(International union for conservation of nature and natural resourses) ના રેડલિસ્ટ ના અહેવાલ અનુસાર છેલ્લાા પાંચસો વર્ષ ૭૮૪ જાતિઓ લુપ્ત થય છે.જૈવિતિહસ માં હાલના લોપ દર ભૂતકાળના દર કરતા ૧૦૦૦થી ૧૦૦૦૦ ગનો વધારે છે. જો આ પ્રમાનેેે સતત ચાલતુંું રહે તો ૨૧મી સદીના અંત સુધીમાં પૃથ્વી પરની જૈવ વિવિધતા માં ૫૦ટકા જેટલો ઘટાડો થઈ જાય.
જૈવ વિવિધતા ના નાશ નું મુખ્ય કારણ તેમના વસવાટ ની નાબૂદી છે. નવી રેલવે લાઇનો, બંધ બાંધવા ,વૃક્ષોને પડી જવા, ખેતીવાડી માટે જમીનો સાફ કરવી, વન વિનાશ વગેરે વસવાટ ના લુપ્ત થવાના મુખ્ય કારણ છે.
મનુષ્ય કુદરતી સંપત્તિનો ઉપયોગ ખોરાક અને બીજા હેતુઓ માટે કરે છે પરંતુ જ્યારે તેની આ જરૂરિયાત તૃષ્ણા માં પરિણામે છે ત્યારે કુદરતિ સંપતિનું અતિ શોષણ થાય છે. ઉદાહરણ તરીકે દરિયાઈ સજીવ જેવાકે મત્સ્ય, મૃદુકાય , સ્તર કવચી, દરિયાઈ કાચબા ને વધુ પડતા મેળવવામાં આવ્યા જેના પરિણામે આ પ્રાણીઓ લુપ્ત થવા માંડ્યા. ઉત્તર અમેરિકામાં પેસેન્જર pigeon ને ખોરાક માટે મારી નાખવામાં આવતા જેને પરિણામે 500 વર્ષ પહેલા તે જાતિ લુપ્ત તબક્કામાં પહોંચી ગઈ.
જ્યારે જાતિઓનો નાશ થાય છે ત્યારે વનસ્પતિઓ અને પ્રાણીઓની સાથે સંકળાયેલી જાતિ ઓ પણ અનિવાર્ય પણે લુપ્ત થાય છે. જ્યારે યજમાન મત્સ્ય લુપ્ત થાય છે ક્યારે તેની સાથે રહેલા પરોપજીવીઓ પણ લુપ્ત થાય છે
જૈવ વિવિધતા ની જાળવણી: જૈવ વિવિધતાને જાળવણી એટલે જનીન સંકુલો, જાતિઓ અને નિવસન તંત્રો ની જાળવણી અને તેમની જાળવણી આપની નૈતિક જવાબદારી છે. આપણા આવનારી પેઢી માટે વધુ સારું નહીં તો ઓછા માં ઓછું જેવું છે એવું જૈવાવરણ તો જાળવવું જોઈએ, કારણકે વ્યક્તિ તરીકે સમાજ તરીકે તથા રાષ્ટ્ર તરીકે આજે જે નિર્ણય કરીશું તેના પર જ ભાવી ટકેલું છે.
-
----------------------------------------
Comments
Post a Comment