life is all about of living (જિંદગી જેને કા નામ હે)

Zindagi jine ka naam hai' is a very nice line !! But now the line 'Aesi life se marana  acha he.' is in more discussion. It seems that modern man has forgotten to live life. That is why he prefers death to life.

I am saying that according to mental health research, one person commits suicide every 40 seconds in the world. This figure is quite shocking. Which shows that today's man is not interested in living life or he has forgotten the right way to live life.

If we talk about our grandparents, they would live comfortably for a hundred years. That doesn't mean they haven't had any struggles in their lives. If a person dies at the age of twenty or thirty at that time, the cause is a serious illness. But now science has advanced a lot. Vaccines are available for all diseases, so human life expectancy has increased, but when the cause behind the death of young people was studied, the main reason behind it turned out to be suicide.

Are we living in a fake world right now ??

When the suicide rate peaked in 2012, research was conducted in the United States. Research in the United States has found that one of the reasons young people commit suicide is excessive use of mobile phones or computers, which can lead to depression. Now you can understand why the suicide rate was so low in earlier times !!

Right now the human world has become mobile. So he can't see the outside world of mobile. He is more interested in making friends on social media than interacting with the people around him. He is more interested in talking to people who don't even know him well. And if you don't get a good response from the person in front, you get depressed.

When the college students were surveyed and asked the reasons behind the suicide, three main reasons came to mind. The students said that the life of 1.My life is meaningless. 2.It doesn't happen the way they want it to. . My life is not useful to me.

According to the researcher, there may be gender differences in the findings, and the suicide rate among girls is six times higher than that of boys. Because boys use mobile phones - usually to play games - they are much different than girls.

"For girls," he says, "it revolves around a lot of concerns about social media popularity - will people like this photograph of mine, do I look good in this photograph?" Which causes depression in the long term.

In addition, today's human beings lack patience. They want everything that is not possible. And for this he takes shortcuts but does not realize when this shortcut turns into depression and takes the path of suicide without thinking anything out of fear of society which is not true in any way. If Lord Rama also has to go into exile for 14 years to become the king of Ayodhya, then we are human beings, then we have nothing to gain without struggle and patience !!

If we understand by an example, life is like a cricket match in which you have to play the role of a player. But this cricket match is one in which there is no wicket, no wicketkeeper. Life throws you off. Assuming that one ball is missed does not mean that we have lost and the other ball is not played because every ball brings a new opportunity for us so if one opportunity is missed don't get frustrated and disappointed, but another Be prepared to seize the opportunity. Life in the form of cricket is a ground where no one can get you out unless you leave it. And this is what needs to be understood.


"Life is the name of living

Every sorrow has the name of smiling in every happiness

Who has escaped death?

This is the dream of every moment of life. "- Shweta Yadav
 
Another article you may like:

ગુજરાતી:
'જિંદગી જીને કા નામ હૈ' છેને ખૂબ જ સરસ પંક્તિ!! પરંતુ અત્યારે 'એસી જિંદગી સે તો મોત અચ્છી' પંક્તિ વધુ ચર્ચામાં છે. એવું લાગી રહ્યું છે કે અત્યારના સમય નો માનવી જિંદગી જીવવાનું જ ભૂલી ગયો છે. તેથી જ તે જીવન કરતા મૃત્યુ પસંદ કરે છે.
હું આ એટલે કહી રહ્યો છું કે મેન્ટલ હેલ્થના  રિસર્ચ મુજબ વિશ્વમાં દર 40 સેકન્ડે એક વ્યક્તિ આત્મહત્યા કરે છે. આ આંકડો ખુબજ ચોંકાવનારો છે. જે દર્શાવે છે કે આજના માનવી ને જીવન જીવવામાં રસ નથી  કે પછી એ જીવન જીવવાની સાચી રીત જ ભૂલી ગયો છે. 

આપણે આપણા દાદા , પરદાદા ની વાત કરીએ તો તેઓ સો વર્ષ તો આરામથી જીવી જતા. તેનો મતલબ એવો તો નથી કે હવે તેમને તેમના જીવનમાં કોઈ પણ પ્રકારનો સંઘર્ષ જ ન કર્યો હોય. તે સમયે વીસ કે ત્રીસ વર્ષની ઉંમરનો કોઈપણ વ્યક્તિ મૃત્યુ પામે તો તેની પાછળનું કારણ કોઇ ગંભીર બિમારી હોય. પરંતુ અત્યારે વિજ્ઞાન ને ઘણી બધી તરક્કી કરી દીધી છે બધા જ રોગ ની રસી ઉપલબ્ધ છે તેથી મનુષ્યનું આયુષ્ય વધ્યું પરંતુ જ્યારે યુવાનોના મૃત્યુ પાછળના કારણનો અભ્યાસ કરવામાં આવ્યો તો તેની પાછળનું મુખ્ય કારણ આત્મહત્યા નીકળ્યું.

શું આપણે અત્યારે નકલી દુનિયામાં જીવી રહ્યા છે??
 જ્યારે 2012માં આત્મહત્યાનો દર ટોચ પર હતો ત્યારે અમેરિકામાં રિસર્ચ કરવામાં આવ્યું. અમેરિકામાં થયેલા આ રિસર્ચ મુજબ જાણવા મળ્યું છે કે યુવાનોમાં આત્મહત્યા કરવા પાછળનું એક કારણ વધુ પડતો મોબાઈલ અથવા કોમ્પ્યુટરના ઉપયોગ છે જે ડિપ્રેશન તરફ લઈ જાય છે. હવે તમે સમજી શકશો કે શા માટે પહેલાના જમાનામાં આત્મહત્યાનો દર ખૂબ જ ઓછો હતો!!

અત્યારે માનવીની દુનિયા જ મોબાઈલ થઈ ગઈ છે. તેથી તે મોબાઈલ ની બહારની દુનિયા જોઇ શકતો જ નથી. તે પોતાની આસપાસના લોકો સાથે વાતચીત કરવા કરતા સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ બનાવવામાં વધારે રસ દાખવે છે. તે એવા લોકો સાથે વાત કરવામાં વધારે ઇન્ટરેસ્ટ ધરાવે છે કે જે તેને સારી રીતે ઓળખતા પણ નથી. અને સામેવાળી વ્યક્તિ તરફથી સારો પ્રતિસાદ ન મળે તો ડિપ્રેસ થઈ જાય છે.

જ્યારે કોલેજના વિદ્યાર્થીઓ નો સર્વે કરવામાં આવ્યો અને તેમને આત્માહત્યા પાછળના કારણો પૂછવામાં આવ્યા  તો ત્રણ કારણો મુખ્યત્વે ધ્યાનમાં આવ્યા. વિદ્યાર્થીઓનું કહેવું હતું કે ૧.એમનું જીવન અર્થહીન છે ૨. તેઓ જેવું ઈચ્છે છે તે મુજબ થતું નથી. ૩. મારું જીવન મારે માટે ઉપયોગી નથી.

ટવેંજ (researcher) કહે છે કે તારણોમાં લિંગ તફાવત હોઈ શકે છે, અને છોકરીઓમાં આત્મહત્યાનો દર છોકરાઓ કરતા છ ગણો વધુ છે .કારણ કે છોકરાઓ માટેનો મોબાઈલનો ઉપયોગ - સામાન્ય રીતે રમતો રમવા માટે કરે છે - તે છોકરીઓ કરતાં ઘણા અલગ છે.

"છોકરીઓ માટે, તે કહે છે,"તે ઘણી બધી સોશિયલ મીડિયા લોકપ્રિયતા વિશેની ચિંતાઓની ફરતે ફરે છે - શું મારા આ ફોટોગ્રાફ ને લોકો પસંદ કરશે, શું હું આ ફોટોગ્રાફમાં સારી લાગું છું? જે લાંબા ગાળે ડિપ્રેશનનું કારણ બને છે.

આ ઉપરાંત આજના માનવીમાં ધીરજનો અભાવ છે.તેને દરેક વસ્તુ ફટાફટ જોઈએ છે જે સંભવ નથી. અને આ માટે તે શોર્ટ કટ અપનાવે છે પરંતુ આ શોર્ટકટ ક્યારે ડિપ્રેશનમાં ફેરવાઈ જાય છે તેનું ભાન રહેતું નથી અને સમાજના ડરથી કશું પણ વિચાર્યા વગર આત્મહત્યા રસ્તો પકડે છે જે કંઈ પણ રીતે સાચું નથી. જો અયોધ્યાના રાજા બનવા માટે ભગવાન રામને પણ 14 વર્ષનો વનવાસ કરવો પડતો હોય તો પછી આપણે તો મનુષ્ય છીએ, તો આપણને સંઘર્ષ કર્યા વગર  અને ધીરજ રાખ્યા વગર ક્યાંથી કશું મળવાનું!!

જો એક ઉદાહરણ દ્વારા સમજીએ તો, જિંદગી ક્રિકેટના મેચ જેવી છે તેમાં આપને પ્લેયર તરીકેની ભૂમિકા ભજવીએ છે. પરંતુ આ ક્રિકેટ મેચ એવી છે કે જેમાં વિકેટ નથી, વિકેટકીપર પણ નથી. જિંદગી તમને બોલ ફેંકે છે. ધારો કે એક બોલ મિસ થઈ ગયો તેનો અર્થ એવો તો નથી કે આપણે હારી ગયા અને બીજો બોલ રમાય જ નહીં કારણ કે દરેક બોલ એ આપણા માટે એક નવી તક લઈને આવે છે તેથી જ એક તક છૂટી જાય તો હતાશ અને નિરાશ થવું નહીં, પણ બીજી તકને ઝડપવા તૈયાર રહેવું. ક્રિકેટ ના રૂપમાં જિંદગી એક એવું મેદાન છે જ્યાં સુધી તમે એને છોડીને ન જાવ ત્યાં સુધી તમને કોઈ પણ આઉટ કરી શકે નહીં. આપણે માત્ર આ જિંદગીની પીચ પર ટકી રહેવાનું છે.જિંદગીને એટલી બધી પણ ગંભીરતાથી ન લેવી કે તે આત્મહત્યા કરવા પર મજબુર કરી દે. આ વાત જ સમજવાની જરૂર છે.
 
"जिंदगी जीने का नाम है
हर गम में हर खुशी में मुस्कुराने का नाम है
मौत से बच पाया है कौन
जी लो हर पल को यही जीवन का अरमान है।" - श्वेता यादव

બીજો વાંચવા જેવો મજેદાર આર્ટીકલ:
----------------------------------------------------

Comments

Popular posts from this blog

international yog Divas 2020 (આંતરરાષ્ટ્રીય યોગા દિવસ 2020)

Kargil Vijay diwas🇮🇳

world no tobacco ( dayવિશ્વ તમાકુ નિષેધ દિવસ)