Are Human beings the most selfish creature on the earth??
Man is the only animal on earth that has not left other species of animals and birds and now if there is no one left, he has no mercy on his own species !! So now is the time that one human being cannot trust other human beings. Nowadays, the word 'selfish' has become so famous that people have forgotten the meaning of the word 'selflessness'.
It's not that this all started in the 21st century. This has been going on for a very long time. The British came to India under the pretext of doing business and ruled India for 200 years. The so-called Sone Ki Chidia made India very poor. So is it not called the policy of betrayal of the British ??
The culmination of human selfishness is such that it does not spare even dumb animals without harming it !! We are all aware of the incident that took place in Kerala in which a pregnant elephant was killed by being fed fruit with ammunition. This is just an incident that has come to the fore, how many animals would be killed every day! At this point I would have heard a little story all the same when I was younger but no one in this mean world could implement it.
Once when a hunter went hunting in the forest. But when it rained a lot, all the hunting equipment fell on the road. As he was walking home from the forest, a lion followed him to hunt him down. Fearing the lion, the hunter climbed a nearby tree and a monkey was sitting on the tree. The lion said, "This is my prey. Throw it down." Even though the monkey said, this hunter has climbed my tree so I have the responsibility to protect him so I can't throw him away. Then the lion became very angry and said to the hunter, I will leave you if you throw this monkey down! The hunter immediately obeyed the lion and threw the monkey down. Then Singh said see the result of helping man ?? Then the monkey gives a very beautiful answer that 'Who is as selfish as a human being !!'
There are different kinds of selfish people. Some people think badly of the same person who did bad things to them. This is also against humanism. There are some other people you can do as well as you like, but that person will run away with any kind of excuse when we need it and will not come to help you and after a few days will do his job by smiling and saying sweet things. And you will find such people everywhere. We all need to be wary of such individuals. What if such a person is not called selfish ??
"The blind man of the eye does not see the world, the man blind in work does not see conscience , the man blind in his arrogent does not see superior to himself and the selfish man never sees his fault" - Chanakya
The funny thing is that the person considers himself smart. But he does not understand how much his smartness hurts all individuals. And when that person is in pain, he will say that humanity is not exists. I say this because there are so many selfish people around us right now.
But does this selfish instinct benefit us in any way? I can't say the benefits but I can say the disadvantages. This selfish instinct of yours may or may not hurt anyone else but you will definitely lose the trust of the person you are dealing with selfishly. And there can be no greater loss than this. And this is the thing that needs to be understood.
Being selfish and hurting another person is not the solution to any problem but it is the biggest problem. Let us be human beings in whom our self-interest is fulfilled only in the interest of others.🙏🙏
------------------------------------------------------
Gujarati:
પૃથ્વી પર મનુષ્ય જ એક એવું પ્રાણી છે કે જેને બીજી જાતિ ના પ્રાણીઓ ,પક્ષીઓ ને તો નથી જ છોડ્યા અને હવે કોઈ બાકી ના રહ્યું તો પોતાની જાતિ પર પણ રહેમ ના કર્યો!! એટલે અત્યારે એવો સમય આવ્યો છે કે એક મનુષ્ય બીજા મનુષ્યો પર પણ વિશ્વાસ મૂકી શકતો નથી. અત્યારે 'સ્વાર્થી 'શબ્દ એટલો બધો ફેમસ થઇ ગયો છે કે 'નિસ્વાર્થ 'શબ્દ નો તો અર્થ જ લોકો ભૂલી ગયા છે.
એવું નથી કે આ બધું એકવીસમી સદીમાં જ શરું થયું. આતો ઘણા લાંબા સમયથી ચાલતુ આવ્યું છે. અંગ્રેજો ભારતમાં વેપાર કરવાના બહાને આવ્યા એ ભારતમાં 200 વર્ષ સુધી શાસન કરી ગયા. સોને કી ચીડિયા કહેવાતા ભારતને એકદમ કંગાલ બનાવી દીધો. તો શું અંગ્રેજોની વિશ્વાસઘાત ની નીતિ ના કહેવાય??
મનુષ્યના સ્વાર્થ ની ચરમસીમા તો એટલી છે કે તે તેને નુકસાન ન પહોંચાડતા મુંગા પશુઓને પણ નથી છોડતો!! આપણે બધા કેરળમાં બનેલી ઘટના કે જેમાં ગર્ભધારણ કરેલી હાથની ને બારૂદ વાળું ફળ ખવડાવી હત્યા કરી નાખી તેનાથી તો વાકેફ જ છીએ. આ તો માત્ર એક ઘટના છે જે સામે આવી છે આવા તો રોજ કેટલા પ્રાણીઓ ને હત્યા કરી નાખવામાં આવતી હશે! આ સમયે મને એક નાનકડી વાર્તા જે નાના હતા ત્યારે બધા એજ સાંભળી હશે પરંતુ આ મતલબી દુનિયા માં કોઈ તેનો અમલ ન કરી શક્યો.
એકવાર જ્યારે એક શિકારી જંગલમાં શિકાર કરવા ગયો. પરંતુ ખૂબ જ વરસાદ થતાં તેની સાથે શિકાર માટેના જે સાધનો હતા તે રસ્તામાં પડી ગયા. તે જ્યારે જંગલમાંથી ઘર તરફ જતો હતો ત્યારે તેનો શિકાર કરવા સિંહ તેની પાછળ પડ્યો. સિંહ ના ડર થી તે શિકારી નજીકના ઝાડ પર ચડી ગયો તે ઝાડ પર એક વાંદરો બેઠો હતો. સિંહ તે વાંદરાએ કહ્યું આ મારો શિકાર છે તું તેને નીચે ફેક. વાંદરાએ કહ્યું ભલે ,આ શિકારી મારા ઝાડ પર ચડ્યો છે તેથી તેના રક્ષણની જિમ્મેદારી પણ મારી છે તેથી હું તેને ન ફેકી શકું. ત્યારબાદ સિંહ ખૂબ જ ક્રોધે ભરાયો અને તેને તે શિકારીને કહ્યું ,હું તને છોડી દઈશ જો તું આ વાંદરાને નીચે ફેંકે તો! શિકારી એ તરત જ સિંહની વાત માની લીધી અને વાંદરા ને નીચે ફેંકી દીધો. ત્યારે સિંહે કહ્યું જોયું માણસને મદદ કરવા નું પરિણામ?? ત્યારે વાંદરો ખુબ સુંદર ઉત્તર આપે છે કે 'માનવ જેવું સ્વાર્થી કોણ થાય!!'
સ્વાર્થી મનુષ્ય પણ અલગ-અલગ પ્રકારના હોય છે. અમુક વ્યક્તિ એવા હોય કેજે એવા જ વ્યક્તિનું ખરાબ વિચારે જેમને તેઓની સાથે ખરાબ કર્યું હોય. આ પણ એ પ્રકારે તો માનવધર્મની વિરુદ્ધ જ કહેવાય. બીજા અમુક વ્યક્તિઓ એવા હોય જેનું તમે ગમે તેટલું સારું કરો, પરંતુ તે વ્યક્તિ આપણને જરૂર પડે ત્યારે ગમે તે પ્રકારના બહાના બતાવી છટકી જશે અને તમને મદદ કરવા નહીં આવે અને થોડાક દિવસો પછી મસ્કા મારીને મીઠી મીઠી વાતો કરીને પોતાનું કામ કરાવશે. અને આવા વ્યક્તિઓ તમને દરેક ઠેકાણે મળી રહેશે. આપણે બધાએ આવી વ્યક્તિઓ થી સચેત રહેવાની જરૂર છે. આવી વ્યક્તિને સ્વાર્થી ન કહેવાય તો શું કહેવાય??
"आंख के अंधे को दुनिया नहीं दिखती ,काम में अंधे को विवेक नहीं दिखता, मद में अंधे को अपने से श्रेष्ठ नहीं दिखता और स्वार्थी को कभी भी अपना दोष नहीं दिखता"-चाणक्य
મજાની વાત તો એ છે કે તે વ્યક્તિ પોતાની જાતને સ્માર્ટ માને છે. પરંતુ તે એ નથી સમજતો કે તેની સ્માર્ટનેસ ના ચક્કરમાં કેટલા બધા વ્યક્તિઓને દુઃખી કરે છે. અને જ્યારે તે વ્યક્તિ દુઃખમાં હશે ત્યારે કહેશે કે માનવતા તો મરી પરવારી છે. હું આ વાત એટલે કહું છું કે કારણકે અત્યારે આ જ પ્રકારના સ્વાર્થી લોકો આપણી આસપાસ છે.
પરંતુ શું આ સ્વાર્થી વૃત્તિ આપણને કોઈ પ્રકારનો ફાયદો કરે છે ખરા!! હું ફાયદો નું તો ન કહી શકું પરંતુ નુકસાન વિશે અવશ્ય કહી શકું. આપની આ સ્વાર્થી વૃત્તિ બીજું કોઈ નુકસાન કરે કે ન કરે પરંતુ તમે જે વ્યક્તિ સાથે સ્વાર્થ પૂર્ણ વ્યવહાર કરો છો તે વ્યક્તિનો વિશ્વાસ અવશ્ય ગુમાવો છો. અને આનાથી મોટું નુકસાન કોઈ હોય ન શકે. અને આ વસ્તુ જ સમજવાની જરૂર છે.
સ્વાર્થી બની બીજા વ્યક્તિને દુઃખ આપવું એ કોઈ પણ સમસ્યાનો ઉપાય નથી પરંતુ તે જ સૌથી મોટી સમસ્યા છે. આપને એવા માનવી બનીએ કે જેમાં બીજાના હિત માં જ આપણો સ્વાર્થ સિદ્ધ થઈ જાય.🙏🙏
Comments
Post a Comment