India's biggest problem
Today, every citizen of India complains that India has the highest number of people living below the poverty line and the highest unemployment rate, despite getting a job and not getting a job in a good place. But do you know the root of all this problem ?? At the root of all these problems is the growing population of India.
India is currently the second largest country in the world in terms of population. Everyone knows that and China is number one. But India ranks seventh in the world in terms of area and is three to four times smaller than China. India currently has a population of 1.3 billion. Which is 17% of the world's total population. The total population of the world is 8 billion. It is believed that by 2022, India will overtake China to become the world's most populated country. Which is not good news for any Indian. Every minute 34 new babies are born and 10 people die in India.
Therefore, every year on 11th July, the United Nations celebrates World Population Day with the aim of controlling the growing population of the world and spreading awareness for it. And this day becomes very important for a developing and most populous country like India.
Why is a growing population the biggest problem for us ??
Because the growing population over time not only increases the population i.e. increases the number of people but also brings with it many problems like poverty, unemployment, environmental imbalance, lack of resources. And then we say that India is not growing !! In India, more than 22% to 25% of the population lives below the poverty line. Unemployment rate in India has increased 3 to 4 times in the last few years. People do not get the natural resources they need. So that the rate of illness also increases.
Do you know the biggest reason for population growth in India at present?
The biggest reason for the current population growth is the aversion to education among the people of India. This is because some research has shown that there is a strong correlation between literacy rate and fertility rate (average number of babies born to women during their reproductive life). If the population in India is to be controlled, the fertility rate in India needs to be around 2.1. Kerala is the most literate state in India with a fertility rate of 2.2. While in states like Madhya Pradesh, Uttar Pradesh and Bihar where the literacy rate is also low and the fertility rate is very high. And so a very large part of the total population of India belongs to this state.
Because there is a kind of bicycle in India. If a poor and illiterate person has five children and if he cannot get a good education, he will give birth to another five children if he does not have enough knowledge and this kind of cycle goes on in India, and the population of India is increasing day by day. Keeps growing.
I do not want to speak about overpopulation or birth control, but I think education is the way to give a new imputes to the poverty question !!
-Harri holkari
So if we want to tackle this problem, we have to give priority to education in our country. Because only an educated person has the ability to change society. You have to prioritize quality over quantity. We should try to bring our country India in the first place not in terms of quantity but in terms of quality !! And for this the contribution of each person is very important.
"Take care of the children we already have, don't increase population".
Interesting article:
---------------;------------------------------------
Gujarati:
આજે ભારત દેશનો દરેક નાગરિક એવી ફરિયાદ કરે છે કે ભારત દેશમાં સૌથી વધુ લોકો ગરીબી રેખાની નીચે છે તેમાં સૌથી વધારે બેકારી છે, ભણવા છતાં પણ સારી જગ્યાએ નોકરી મળતી નથી. પરંતુ આ બધી જ સમસ્યા ની જડ શું છે તે જાણો છો?? આ બધી જ સમસ્યા ની જડ ભારતની વધતી જતી વસ્તી છે.
ભારત અત્યારે વસ્તીની દ્રષ્ટિએ વિશ્વ માં બીજા નંબર એ છે. એ તો બધાને ખબર જ છે અને પહેલા નંબર પર ચીન છે. પરંતુ ભારત વિસ્તારની દ્રષ્ટિએ સમગ્ર વિશ્વમાં સાતમાં સ્થાને છે અને તેનો વિસ્તાર ચીનની સરખામણીએ ત્રણથી ચાર ગણો નાનો છે. હાલમાં ભારતની વસ્તી 1.3 billion છે. જે વિશ્વના કુલ વસ્તીના ૧૭ ટકા છે. વિશ્વમાં કુલ વસ્તી 8 billion છે. એવું માનવામાં આવી રહ્યું છે કે 2022 સુધીમાં ભારત ચીનને પછાડી વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ પ્રથમ સ્થાને હશે. જે કોઈપણ ભારતીય માટે સારા સમાચાર ગણી શકાય નહીં. ભારતમાં દર એક મિનિટે 34 નવા બાળકો જન્મે છે અને 10 વ્યક્તિ મૃત્યુ પામે છે.
તેથી દર વર્ષે ૧૧ જુલાઈએ યુનાઇટેડ નેશન્સ દ્વારા વિશ્વમાં વધતી જતી વસ્તીને કંટ્રોલમાં રાખવા અને તે માટે જાગૃતિ ફેલાવવાના હેતુથી વિશ્વ વસ્તી દિવસ(World population day) ઉજવવામાં આવે છે. અને આ દિવસ ભારત જેવા વિકાસશીલ અને સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ માટે તો ખૂબ જ મહત્વનો બની જાય છે.
શા માટે વધતી જતી વસ્તી એ આપણા માટે સૌથી મોટી સમસ્યા છે??
કારણકે સમય સાથે વધતી વસ્તી એ માત્ર વસ્તીમાં જ વધારો નથી કરતી એટલે કે માણસની સંખ્યામાં જ વધારો નથી કરતી પરંતુ સાથે સાથે ગરીબી ,બેરોજગારી, પર્યાવરણીય અસંતુલન, સંસાધનોની અછત જેવી ઘણી બધી સમસ્યા લઈને આવે છે. અને પછી આપણે કહીએ એ ભારત દેશ આગળ નથી વધતો!! ભારત દેશમાં 22% to 25% થી વધારે લોકો ગરીબી રેખાની નીચે જીવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં બેરોજગારી નો દર ૨ થી ૩ ગણો વધી ગયો છે. લોકોને જરૂરિયાત મુજબ કુદરતી સંસાધનો મળી રહેતા નથી. જેથી બીમારીનો દર પણ વધે છે.
હાલના સમયમાં ભારતમાં વસ્તી વધવા નું સૌથી મોટું કારણ શું તમે જાણો છો??
હાલના સમયમાં વસ્તી વધારા નું સૌથી મોટું કારણ જોઈએ તો ભારતના લોકો માં જોવા મળતી ભણતર પ્રત્યે અરૂચિ. કારણકે કેટલાક રિસર્ચ દ્વારા એવું જાણવા મળ્યું છે કે સાક્ષરતા દર (literacy rate) અને fertility rate (average number of babies born to women during their reproductive life) વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધ છે. જો ભારતમાં વસ્તી ને કાબૂમાં રાખવી હોય તો ભારતમાં fertility rate 2.1 ની આસપાસ હોવો જરૂરી છે. કેરલ ભારતનું સૌથી સાક્ષર રાજ્ય છે અને તેમાં fertility rate 2.2 છે. જ્યારે મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યમાં જ્યાં સાક્ષરતાનો દર પણ નીચો છે અને ત્યા fertility rate ખૂબ જ ઊંચો છે. અને તેથી ભારતની કુલ વસ્તીનો ખૂબ જ મોટો હિસ્સો આ રાજ્યનો છે.
કારણ કે ભારતમાં એક પ્રકારની સાયકલ ચાલે છે. જો એક ગરીબ અને અભણ વ્યક્તિ ના પાંચ બાળકો હોય અને જો તે સારી રીતે શિક્ષા પ્રાપ્ત ન કરી શકે, તેમની પાસે જો પૂરતું જ્ઞાન ન હોય તો બીજા પાંચ બાળકને જન્મ આપશે અને આ પ્રકારની સાયકલ ભારત માં ચાલ્યા જ કરે છે, અને ભારતની વસ્તી દિન પ્રતિદિન વધતી જ રહે છે.
I do not want to speak about overpopulation or birth control, but I think education is the way to give a new imputes to the poverty question!!
-Harri holkari
તેથી જો આપણે આ સમસ્યાને પહોંચી વળવું હોય તો આપણા દેશમાં એજ્યુકેશન પ્રાધાન્ય આપવું પડશે. કારણકે એજ્યુકેટેડ વ્યક્તિ જ સમાજને બદલવાની ક્ષમતા ધરાવે છે. આપને quantity ને બદલે quality ને પ્રાધાન્ય આપવું પડશે. આપણે આપણા ભારત દેશને quantity ની દ્રષ્ટિ એ નહીં પરંતુ quality ની દ્રષ્ટિથી પ્રથમ સ્થાને લાવવા પ્રયત્ન કરવો જોઈએ.!! અને આ માટે દરેક વ્યક્તિનું યોગદાન ખૂબ જ અગત્યનું છે.
"Take care of the children we already have, don't increase population".
Interesting article:
Comments
Post a Comment