Monsoon Celebration

 Young children when hear the name of rain,  they are so excited and can not stop themselves getting wet in the rain.there is nothing strange about the first rain. But everyone has a different view of rain. Little children, lovers, farmers, animals, birds are just waiting for the rain.

But do you know how rain comes to earth ?? And why does it sometimes rain even in winter ?? So let's try to understand it today.

When it is very hot in summer, the heat of the sun warms the land much more and faster than the water of the sea. So that there is less pressure on the land and more pressure on the sea. And the wind always moves from high pressure to low pressure. When this wind moves towards the ground, it is accompanied by moisture. With this moisture the wind rises high in the sky and forms clouds. When the wind cools it cannot retain moisture so that moisture rains down on the earth in the form of rain.

Summer rainfall comes mainly from the Arabian Sea or the Bay of Bengal so it mainly affects parts of South India and West India.


Monsoons are mainly seasonal winds in warmer parts of the world caused by large temperature differences between land masses and adjacent oceans. In winter, the rotation is from cold land to warm sea, while in winter, the opposite is true. In winter the land stays cool compared to the sea water. So that the rain falls into the sea. This rainfall is mainly due to the returning seasonal winds. Which mainly affects the north-eastern regions of India. That is why sometimes it rains non-seasonally.

So the hotter the summer, the more likely it is to rain in the monsoon. This is also the effect of the global warming seen on Earth. Rising pollution in the world is responsible for the irregularities seen in the seasons.

Whatever it is, the fun of enjoying this season is different. Everyone shouting trahimam from the heat is eagerly waiting for the arrival of rain. So enjoy as much as you can to enjoy this season.

The raindrops teach that the most wonderful moments of life cannot be captured but can only be enjoyed. So why waste the wonderful moments of life !!

Interesting article 
--------------------------------------------------------
Gujarati:
  નાના બાળકો વરસાદ નું નામ જ સાંભળે એટલે તેમાં પલળવાની ઈચ્છા થઈ જાય નઈ!! અને એમાં પેહલા વરસાદ ની તો કંઈ વાત જ નિરાલી છે. પરંતુ દરેક વ્યક્તિ નો વરસાદને જોવાનો નજરીયો અલગ-અલગ હોય છે. નાના બાળકો, પ્રેમીઓ, ખેડૂતો,પ્રાણીઓ, પક્ષીઓ તો વરસાદ ની જ રાહ જોતા હોય છે. 

પરંતુ શું તમે જાણો છો વરસાદ પૃથ્વી પર આવે છે કઈ રીતે?? અને શિયાળામાં પણ કેટલીકવાર વરસાદ શા માટે પડે છે?? તો આજે તેને સમજવાનો પ્રયત્ન કરીશું.

ઉનાળામાં જ્યારે ખૂબ જ ગરમી પડે છે ત્યારે સૂર્યના તાપથી જમીન દરિયાના પાણીની સરખામણીમાં ખૂબ જ વધુ અને ઝડપથી ગરમ થાય છે. જેથી જમીન પર ઓછું દબાણ અને દરિયા પર વધુ દબાણ બને છે. અને પવન હંમેશા વધુ દબાણ થી ઓછા દબાણ તરફ ગતિ કરે છે. જ્યારે આ પવન જમીન તરફ ગતિ કરે છે ત્યારે તેની સાથે ભેજ પણ હોય છે. આ ભેજ સાથે પવન આકાશમાં ઊંચે ચડે છે અને વાદળો બનાવે છે. જ્યારે પવન ઠંડો પડે છે ત્યારે તે ભેજ ને સાચવી શકતી નથી જેથી તે ભેજ વરસાદ સ્વરૂપે પૃથ્વી પર વરસે છે.

ઉનાળામાં આવતો વરસાદ એ મુખ્યત્વે અરબસાગર કે બંગાળની ખાડી તરફથી આવે છે જેથી તે મુખ્યત્વે દક્ષિણ ભારત અને પશ્ચિમ ભારતના ભાગને મુખ્યત્વે અસર કરે છે.
 
ચોમાસુ મુખ્યત્વે વિશ્વના ગરમ વિસ્તારોમાં મોસમી પવનો છે જે જમીનના લોકો અને અડીને આવેલા મહાસાગરો વચ્ચેના તાપમાનના મોટા તફાવતને કારણે થાય છે. શિયાળામાં, પરિભ્રમણ ઠંડી જમીનથી ગરમ સમુદ્ર સુધી હોય છે, જ્યારે શિયાળામાં, વિપરીત સાચું હોય છે. શિયાળામાં જમીન ,દરિયાના પાણીની સરખામણીમાં ઠંડી રહે છે. જેથી વરસાદ એ દરિયામાં પડે છે. આ વરસાદ મુખ્યત્વે પાછા જતાં મોસમી પવનોને લીધે પડે છે. જે મુખ્યત્વે ભારતના ઉત્તર-પૂર્વ વિસ્તારો ને અસર કરે છે. એટલે જ કેટલીકવાર કમોસમી વરસાદ પડે છે.

એટલે જો ઉનાળામાં જેટલી વધુ ગરમી પડે ચોમાસામાં એટલો જ વધુ વરસાદ પડવાની સંભાવના રહે છે. આ પૃથ્વી પર જોવા મળતા ગ્લોબલ વોર્મિંગની પણ અસર છે. વિશ્વ માં વધતું પ્રદુષણ ઋતુઓમાં જોવા મળતી અનિયમિતતા માટે જવાબદાર છે. 

જે પણ હોય આ ઋતુનો આનંદ માણવાની મજા જ અલગ છે. ગરમીથી ત્રાહિમામ પોકારતી દરેક વ્યક્તિ વરસાદના આગમનની આતુરતા થી રાહ જોતી હોય છે. તેથી આ ઋતુનો જેટલો આનંદ ઉઠાવવો હોય એટલો ઉઠાવી લેવાનો. 
વરસાદના છાંટા શીખવે છે કે જિંદગીની સૌથી અદભૂત ક્ષણઓ પકડી શકાતી નથી માત્ર માણી શકાય છે. તો જિંદગી ની અદભુત ક્ષણો કેમ કરીને વેડફવી!!

Interesting article 

Comments

Popular posts from this blog

Does social influencer brainwash us ??

Doctor's Day special ( ડોક્ટર ડે સ્પેશિયલ)

world no tobacco ( dayવિશ્વ તમાકુ નિષેધ દિવસ)