The first religon of Human is 'Humanity '

Humanism which includes humanity which we know as manhood in common language. You are all familiar with the word humanity and you must know its meaning. The true meaning of humanism is to think for society rather than one's own life. Spending his entire life in social service.

Humanity does not mean that you spend your whole life in social service. But some time can be taken out of daily life for social service. Humanity does not mean that you help another person with money, it also means not to hurt others for your own selfishness. What kind of humanity is it to help one person by hurting another? So human religion is also about understanding the suffering of others and being a partner in it.

Humans are the only creatures on earth that can express themselves by specific speech. But today humanity or manhood is peppered. And the reason is that you are used to it. There is such an atmosphere around us that you cannot think outside of it. And cannot see the suffering of others for their own pleasure.

Happiness and sorrow are a fact of life i.e. every person has some stage in his life in which he suffers. But this grief takes the form of a mountain when we do not have people to share this grief with. I say this to be a partner in the suffering of others and to understand the suffering of others is also a work of humanity. Because by being a partner in the suffering of others, you alleviate their suffering and give them a new direction to live.

Modern times are those in which human beings understand the suffering of others when they have gone through it. I read a very beautiful story in that book. A farmer had a dog. This dog had five puppies. The farmer decided to sell the puppy as he needed the money. He went to the market to sell these puppies. There a little child came to buy a puppy. The farmer said the price of the puppy was Rs.200. The child noticed that one of the puppies could not walk properly. He asked the farmer about that puppy. The farmer said the puppy's leg was broken so he could not walk properly. That child decided to buy that puppy. The farmer said with amazement that the puppy could not walk properly and therefore it was not work for you. If you want this puppy you can take it for free. But I gave the baby and I will take this puppy and pay him only 200 rupees the child said. The farmer was very surprised. He asked the child why he bought the puppy  ?? The child replied very nicely, "He who has experienced can understand his pain. He who has not experienced cannot understand his pain." My pain and that puppy's pain are the same. As he was leaving, the farmer noticed that one of the child's legs was missing, which meant that the child was also handicapped.

There are very few people in this world who understand your pain and make you a partner in it. So be a partner in the pain of as many people as possible because in this selfish world there are more people who give pain. This means that the number of people who share the pain is very small and the thing that is very small becomes important and becomes valuable, so let's be important to you. Because the interest of others is paramount for human beings.

And the smallest help a human being can give to another human being is never in vain. I read a very beautiful article in the paper. A small child was studying and also working as a delivery boy due to lack of money. Once he went there with an aunt to deliver. The aunt thinks this child is very hungry, so she gives the child milk to drink. The baby happily drank the milk and left. After many years, the mother suddenly fell ill and was admitted to the hospital. Having a heart problem costs them a lot. The former is very scared. Where to bring all this money ?? But when he goes to pay the hospital bill, he is told that your doctor has paid your bill. The former goes to meet the person to thank him. And when he asks the doctor the reason for doing him a favor, the doctor says that you helped me when I had no money to eat. and  you gave me to drank a glass of milk.

That is why you should always help others because the help you give can change the life of others. And will be helpful to you in other ways as well.
------------------------------------------------------
ગુજરાતી:
માનવતાવાદ કે જેમાં માનવતા નો સમાવેશ થાય છે જેને આપણે સામાન્ય ભાષામાં ઇન્સાનિયત તરીકે ઓળખીએ છીએ. આપને બધા ઇન્સાનિયત શબ્દથી તો પરિચિત છે અને તેનો અર્થ પણ ભલીભાતી જાણતા હોઈશું. માનવતાવાદ નો સાચો અર્થ તો પોતાના જીવન કરતા સમાજ માટે વિચારવું. પોતાનું સમગ્ર જીવન સામાજિક સેવા માં વિતાવવું.

માનવતા નો મતલબ હું એવો નથી કાઢતો કે તમે તમારું સમગ્ર જીવન સમાજસેવા વિતાવો. પરંતુ રોજીંદા જીવન માંથી થોડોક સમય તો સમાજસેવા માટે કાઢી શકાય. ઇન્સાનિયત નો મતલબ એવો નથી કે તમે બીજી વ્યક્તિને રૂપિયાની મદદ કરો, તેનો બીજો મતલબ એવો પણ છે કે પોતાના સ્વાર્થ માટે બીજાને દુઃખ ન આપવું. કોઈ એક વ્યક્તિને દુઃખી કરી બીજી વ્યક્તિને મદદ કરવી એ કયા પ્રકારની માનવતા કહેવાય?? તેથી માનવ ધર્મ એ પણ છે કે બીજાના દુખને સમજવું અને તેમા ભાગીદાર બનવું.

મનુષ્ય જ પૃથ્વી પર એવા પ્રકારનું પ્રાણી છે કેજે બોલીને પોતાના ભાવ વ્યક્ત કરી શકે છે. પરંતુ આજે ઇન્સાનિયત કે માણસાઈ મરી પરવારી છે. અને તેનું કારણ પણ એ જ છે કે કે આપને તેનાથી ટેવાઈ ગયા છીએ. આપણી આસપાસ એવા પ્રકારનું વાતાવરણ છે કે આપને તેની બહારનું વિચારી શકતા નથી. અને પોતાની ખુશી માટે બીજાના દુઃખ આપીએ છીએ.

સુખ અને દુઃખ એ જીવનની હકીકત છે એટલે કે દરેક વ્યક્તિના જીવનમાં કોઈક તબક્કે હોય છે કે જેમાં તેને દુઃખ પડતું હોય છે. પરંતુ આ દુઃખ પહાડ સ્વરૂપ ધારણ ત્યારે કરે જ્યારે આપણી સાથે આ દુઃખને વહેંચવા વાળા લોકો ના હોય. હું  આ એટલે કહું છું કે બીજાના દુઃખમાં ભાગીદાર બનવું બીજાના દુઃખ અને સમજવું એ પણ એક માનવતાનું જ કામ છે. કારણકે બીજાના દુઃખમાં ભાગીદાર બની તમે તેનું દુઃખ હળવું કરી દો છો અને તેને જીવવાની નવી દિશા આપો છો.

આધુનિક સમય એવો છે કે જેમાં મનુષ્ય બીજાના દુઃખ ત્યારે સમજે જ્યારે તે દુઃખમાંથી પસાર થઈ ચુકેલ હોય. હું એ પુસ્તકમાં ખુબ જ સુંદર વાર્તા વાંચી હતી. એક ખેડૂત કુતરા પાડતો હતો.આ કૂતરાને પાંચ ગલુડિયા હતા. ખેડૂતને રૂપિયાની જરૂર પડતા તેને આ ગલુડિયા વેચવાનું નક્કી કર્યું. તે આ ગલુડિયા વેચવા બજારમાં ગયો. ત્યાં એક નાનકડો બાળક ગલુડિયા ખરીદવા આવ્યો. ખેડૂતે ગલુડીયા નો ભાવ ૨૦૦ રૂપિયા કહ્યો. તે બાળકે જોયું કે તેમાંથી એક ગલુડિયું બરાબર ચાલી શકાતું નહોતું. તેને ખેડૂતને તે ગલુડિયા વિશે પૂછ્યું. ખેડૂતે કહ્યું તે ગલુડીયા નો પગ ભાંગી ગયો છે તેથી તે બરાબર ચાલી શકાતું નથી. તે બાળકે તે ગલુડિયું ખરીદવાનું નક્કી કર્યું. ખેડૂત આશ્ચર્ય સાથે બોલ્યો કે આ ગલુડિયું તો બરાબર ચાલી પણ શકાતું નથી અને તેથી તે તારા કોઈ પણ કામ નથી. જો તારે આ ગલુડિયું જોઈતું હોય તો તેને તુ મફત મા પણ લઈ જઈ શકે છે. પરંતુ બાળકે જવાબ આપ્યો હું આ ગલુડિયું જ લઈશ અને તેના પણ 200 રૂપિયા જ ચુકાવીસ. ખેડૂતને ખુબ જ આશ્ચર્ય લાગ્યું. તેને તે બાળકને પૂછ્યું કે શા માટે તે આજ ગલુડિયું ખરીદ્યું?? તે બાળકે ખુબ જ સુંદર જવાબ આપ્યો"જેને દુઃખ અનુભવ્યું હોય તેજ તેનું દર્દ સમજી શકે છે જેને દુઃખ અનુભવ્યું નથી તે તેનો દર્દ સમજી શકતો નથી". મારુ દર્દ અને તે ગલુડિયા નું દર્દ એક જ જેવું છે. એટલું કહી તે ચાલ્યો ગયો જ્યારે તે જતો હતો ત્યારે પેલા ખેડૂતે જોયું કે તે બાળકનો એક પગ અલગ પડતો હતો એટલે કે તે બાળક પણ હેન્ડીકેપ હતો.

આ સંસારમાં તમારા દર્દને સમજવા વાળા અને તેમાં ભાગીદાર બનાવવા વાળા લોકો ખૂબ જ ઓછા છે. તેથી જેટલું બને તેટલું લોકોના દર્દમાં ભાગીદાર બનવું કારણ કે આ મતલબી દુનિયા માં દર્દ આપવા વાળા લોકોની સંખ્યા વધુ છે. એટલે કે દર્દ વહેચવા લોકોની સંખ્યા ખુબ જ ઓછી છે અને જેની સંખ્યા ખૂબ જ ઓછી હોય તે વસ્તુ મહત્વપૂર્ણ બની જાય છે કીમતી થઈ જાય છે, તેથી આપને મહત્વપૂર્ણ બનીએ. કારણકે બીજાનું હિત જ માનવ માટે સર્વોપરી છે.

અને માનવી એ બીજા માનવીને કરેલી નાનામાં નાની મદદ પણ ક્યારે પણ વ્યર્થ જતી નથી. હું પેપરમાં ખૂબ જ સુંદર લેખ વાંચ્યો હતો. એક નાનકડો બાળક ભણવા સાથે રૂપિયાના અભાવથી ડીલીવરી બોય તરીકે પણ કામ કરતો હતો.એક વાર તે  ડીલીવરી કરવા એક માસીને ત્યાં જાય છે. તે માસી ને લાગે છે કે આ બાળક ખૂબ જ ભૂખ્યું છે , તેથી તે બાળકને દૂધ પીવા આપે છે. તે બાળક ખુબ જ ખુશી ખુશી દૂધ પીને ત્યાંથી ચાલ્યો જાય છે. ઘણા વર્ષ પછી આ માતાજીની અચાનક તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. તેમને હાર્ટની તકલીફ હોવાથી ખૂબ જ મોટો ખર્ચો આવે છે. તે માજી ખૂબ જ ગભરાઈ જાય છે આટલા બધા રૂપિયા લાવવા ક્યાંથી?? પરંતુ જ્યારે તે હોસ્પિટલનું બિલ ભરવા જાય છે ત્યારે તેને જણાવવામાં આવે છે કે તમારું બિલ તો આ ડૉક્ટર સાહેબે ભરી દીધું છે. માજી તે વ્યક્તિનો આભાર માનવા મળવા જાય છે. અને ડોક્ટર સાહેબને ઉપકાર કરવાનું કારણ પૂછે છે ત્યારે તે ડોક્ટર જણાવે છે કે જ્યારે મારી પાસે ખાવાના પણ રૂપિયા હતા ત્યારે તમે મને મદદ કરી હતી  એક ગ્લાસ દૂધ પીવડાવ્યું હતું.

એટલે હંમેશા બીજાને મદદ કરવી જોઈએ કારણ કે તમારી કરેલી મદદ બીજાનું જીવન પરિવર્તન કરી શકે. અને બીજી રીતે તમને પણ મદદરૂપ થશે.






Comments

Popular posts from this blog

international yog Divas 2020 (આંતરરાષ્ટ્રીય યોગા દિવસ 2020)

Kargil Vijay diwas🇮🇳

world no tobacco ( dayવિશ્વ તમાકુ નિષેધ દિવસ)