Does social influencer brainwash us ??
Who is this social influencer ??
Social influencers are people around us who have influenced our lives, or you have been influenced by them. Such as parents, film stars, cricketers, political leaders. Now you may say that parents are understandable but how does a movie star cricketer affect our lives ?? You are right, but with the advent of the Internet, even US President Donald Trump can influence your life. Because you spend more time on social media on the Internet than you do with your parents right now.
This is the social influencer. Now you wonder if these people are brainwashing us !!
What is this brainwashing ??
In common parlance, brainwashing means changing your mind because of someone else. This change can be bad or even good, and to act according to that change, and to live according to it.
So does social influencer brainwash you ??
From a scientific point of view, if we understand our mind, it can be divided into three parts. Unconscious mind, subconscious mind, and conscious mind. The unconscious mind is our unconscious state. The subconscious mind is the collection of our thoughts, and the conscious mind is the thoughts according to which we act. If we understand by a simple example, we create a lot of folders in the computer that save a lot of files and useful things to you. And we use that file from that folder when needed. This is how our mind works. All the information you want on television or in mobile is stored in the subconscious mind, and whenever you need that information, conscious mind uses this information and gives it to you accordingly. Let's work. Would you say where the brainwash came from ??
Every company doing business right now wants to create space for your advertisement in your subconscious mind and for that they often show the same thing so that the thing is printed in your subconscious mind and they know that logically they cannot brainwash you. So they connect emotionally with us and brainwash you.
If we understand by an example, everyone will watch at the advertisement of mountain dew on TV !! Hrithik Roshan's Advertisement "winning is always ahed of fear". Motivated to use the information contained. And you wonder what's wrong with trying once !! And you buy that mountain duo. Would you have bought Mountain Dew if you hadn't had that Advertise Joy? No, what if we don't call this your brainwashing ... if you haven't thought of buying a Mountain Dew, don't call it brainwashing.
The thing we need to understand is that everyone are trying to brainwash you in every second, every minute, and this brainwashing is bound to happen because you cannot be isolated from society but where your brainwashing is taking place is very important if If brainwashing is a positive change in our lives, then this brainwashing is good. This means that the task of implementing the ideas is in our hands, only you need to understand that our brain is being washed.
There is no such thing as logical thinking in society now. Now every logical thought has turned into emotion. You can call this emotional brainwashing. Suppose a leader comes there during an election and talks to us with love, you get emotionally connected with him and think of you emotionally instead of thinking logically and vote for that person, the important thing is that we know that he No one can do you any good !! Now you say what is the way to avoid brainwashing ??
How to avoid brainwashing
In my opinion, the only way to avoid this is to set aside time for yourself. Allocate at least half an hour or so every day. Completely separate from the world of the Internet and set a goal. And think only according to this goal. If you can do this, you will not be brainwashed in the wrong place. That is to say, look good, listen good and read good !!,🙏🙏
કોણ છે આ સોશિયલ ઈનફ્લુએન્સર??
સોશિયલ ઈનફ્લુએન્સર એટલે આપણી આસપાસના એવા લોકો કે જેનાથી આપણું જીવન પ્રભાવિત છે,અથવા આપને તેમનાથી પ્રભાવિત થઈ એ છે. જેવાકે માતા-પિતા, ફિલ્મ સ્ટાર, ક્રિકેટર, પોલિટિકલ લીડર. હવે તમે કહેશો કે માતા-પિતા તો સમજી શકાય પરંતુ ફિલ્મ સ્ટાર ક્રિકેટર એ કઈ રીતે આપણા જીવનને પ્રભાવિત કરે?? તમારી વાત તો બરાબર પરંતુ ઇન્ટરનેટ આવ્યા પછી તો યુ.એસ.એ.ના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પણ તમારા જીવનને પ્રભાવિત કરી શકે. કારણકે અત્યારે આપને જેટલો સમય માતા-પિતા સાથે નથી વિતાવતા તેનાથી વધારે સમય તો ઇન્ટરનેટ પર સોશિયલ મીડિયા પર વિતાવીએ છે
આ તો થઈ સોશિયલ ઈનફ્લુએન્સર ની વાત. હવે તમને થાય કે શું આ લોકો આપણું બ્રેઇન વોશ કરે છે!!
શું છે આ બ્રેઇન વોશ??
સામાન્ય ભાષામાં બ્રેઇન વોશ ને સમજીએ તો બ્રેઇન વોશ એટલે બીજાના લીધે તમારા વિચારોમાં પરિવર્તન આવવું આ પરિવર્તન ખરાબ પણ હોઈ શકે કે પછી સારું પણ હોઈ શકે અને તે પરિવર્તન અનુસાર કાર્ય કરવું, અને તે અનુસાર જીવન જીવવું.
તો શું સોસીયલ ઈનફ્લુએન્સર આપનું બ્રેઇનવોશ કરે છે??
વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જો આપને આપણા મન ને સમજીએ તો તેને ત્રણ ભાગમાં વહેંચી શકાય છે. અચેતન મન(unconscious mind), અવચેતન મન (subconscious mind), અને ચેતન મન(conscious mind). અચેતન મન એટલે આપણી બેભાનાવસ્થા. અવચેતન મન એટલે આપણા વિચારો નો સંગ્રહ, અને ચેતન મન એટલે એવા વિચારો કે જે અનુસાર આપણે કાર્ય કરીએ છે. જો અને સામાન્ય ઉદાહરણ દ્વારા સમજીએ તો, આપણે કોમ્પ્યુટરમાં ઘણા બધા ફોલ્ડર બનાવતા હોય છે તે ફોલ્ડરમાં ઘણી બધી ફાઈલો અને આપને ઉપયોગી વસ્તુઓ ને સેવ કરતા હોય છે. અને જ્યારે જરૂર પડે ત્યારે તે ફોલ્ડર માંથી તે ફાઈલનો યુઝ કરીએ છે. આપણું મન પણ આ રીતે જ કાર્ય કરે છે .આપને ટેલિવિઝન પર કે મોબાઈલમાં માં જે પણ જોઈએ છે તે બધી જ માહિતી નો સંગ્રહ અવચેતન મનમાં થાય છે, અને જ્યારે પણ આપનને તે માહિતીની જરૂર પડે ત્યારે ચેતન મન આ માહિતીનો ઉપયોગ કરે છે અને તે અનુસાર આપને કાર્ય કરીએ છે. તમે કહેશો કે આમાં બ્રેઇનવોશ ક્યાં આવ્યું??
અત્યારે બિઝનેસ કરતી દરેક કંપની તમારા અવચેતન મન માં પોતાની એડવર્ટાઈઝમેન્ટ માટે સ્પેસ બનાવવા માંગે છે અને તે માટે તે વારંવાર એક જ વસ્તુ બતાવ્યા કરે છે જેથી તે વસ્તુ તમારા અવચેતન મન માં છપાઈ જાય છે અને તેઓ જાણે છે કે લોજીકલી તેઓ આપનું બ્રેઇન વોશ નહીં કરી શકે તેથી તેઓ આપણી સાથે ઇમોશનલી કનેક્ટ થઈ આપનું બ્રેઇન વોશ કરે છે.
જો અને એક ઉદાહરણ દ્વારા સમજીએ તો, માઉન્ટેન ડ્યું (mountain dew) ની એડવર્ટાઇઝ તો બધાએ ટીવી પર જોય જ હસે નઈ!! રિતિક રોશન ની એડવર્ટાઈઝ" ડર કે આગે જીત હૈ.". આ એડવર્ટાઇઝ દ્વારા માઉન્ટેન ડ્યું ની એક છાપ તમારા અવચેતન મન માં બની જાય છે અને જ્યારે પણ તમે બજારમાં કઈ ખરીદવા જાઓ અને તમારી નજર માઉન્ટેન ડ્યું પર પડે ત્યારે તમારુ ચેતન મન સક્રિય થઈ જાય છે અને અવચેતન મન માં રહેલી માહિતી નો ઉપયોગ કરવા પ્રેરાય છે. અને તમે વિચારો છો કે એકવાર ટ્રાય કરવા માં શું બગડે છે!! અને તમે તે માઉન્ટેન ડ્યું ખરીદી લો છો. જો તમે તે એડવર્ટાઇઝ જોય જ ના હોત તો શું તમે માઉન્ટેન ડ્યું ખરીદી શક્યા હોત?? નહિ ને.... જો આને તમારું બ્રેઇન વોશ ના કહીએ તો શું કહીએ... જો તમે માઉન્ટેન ડ્યું ખરીદવાનું વિચાર્યું નહોત તો તમારું બ્રેઇનવોશ થયેલું ના કહેવાય.
આજ વસ્તુ આપણે સમજવાની જરૂર છે કે આપનું દર સેકન્ડે દર મિનિટે બ્રેઇન વોશ કરવાની કોશિશ થઈ રહી છે, અને આ બ્રેઇન વોશ થવાનું જ છે કારણકે આપને સમાજથી અલગ રહી શકતા નથી પરંતુ આપનું બ્રેઇન વોશ કઈ જગ્યા પર થઈ રહ્યું છે તે ખૂબ જ અગત્યનું છે જો બ્રેઇન વોશ થી આપણા જીવનમાં પોઝિટિવ બદલાવ આવતો હોય તો આ બ્રેઇન વોશ સારું કહેવાય. એટલે કે વિચારોને અમલમાં લાવવાનું કામ તો આપણા હાથમાં છે માત્ર આપને સમજવાની જરૂર છે આપણું બ્રેઇન વોશ થઈ રહ્યું છે.
અત્યારે સમાજમાં તાર્કિક વિચારો, જેવી વસ્તુઓ જ નથી હવે દરેક તાર્કિક વિચાર એ ઈમોશન માં બદલાઈ ગયા છે આને આપને ઈમોશનલ બ્રેઇન વોશિંગ કહી શક્યે. ધારો કે કોઈ નેતા ચૂંટણી વખતે આપણે ત્યાં આવે આપણી સાથે પ્રેમ ભરી વાતો કરે તો આપને તેની સાથે ઇમોશનલી કનેક્ટ થઈ જઈએ છે અને આપને લોજીકલી વિચારવાને બદલે ઇમોશનલી વિચારીએ છે અને તે વ્યક્તિને વોટ આપીએ છે, મહત્વની વાત તો એ છે કે આપણે જાણીએ છીએ કે તે વ્યક્તિ આપનું ભલું નહીં કરી શકે!! હવે તમે કહેશો કે તો બ્રેઇન વોશ થી બચવાનો ઉપાય શું??
બ્રેઇન વોશ થી બચવા નો ઉપાય
મારા મતે, આનાથી બચવા નો માત્ર એક જ ઉપાય તમારે પોતાની માટે સમય ફાળવવો પડશે. દરરોજ ઓછામાં ઓછો અડધો કલાક કે પછી કલાક ફાળવવો. સંપૂર્ણ પણે ઈન્ટરનેટની દુનિયાથી અલગ થઈ જવું અને એક ધ્યેય નક્કી કરવો. અને આ ધ્યેય અનુસાર જ વિચારવું. જો તમે આ કરી શકો તો તમારું ખોટી જગ્યાએ બ્રેઇન વોશ નહીં થાય. એટલે તો કહેવાય છે કે સારું જુઓ, સારું સાંભળો અને સારુ વાંચો!!🙏🙏
Comments
Post a Comment