Effect of solar eclipse on human being
There is a lot written about eclipse in our scriptures and eclipse is seen as a bad event. There are four major eclipses each year. Two solar eclipses and two lunar eclipses but this year will see six eclipses, two solar eclipses and four lunar eclipses.
There is a solar eclipse on June 21 in 2020 and this solar eclipse is to appear in India. This solar eclipse is the first solar eclipse of the year and its peculiarity is that for 30 seconds the sun will look like a necklace, usually in a solar eclipse the sun looks like a ring of fire. Because the sun is much bigger than the moon.
In our Indian culture, it is believed that the effects of a solar eclipse are worse than a lunar eclipse. But scientists see this eclipse as a way to discover new things. So a question arises in our mind whether whatever is written in our scriptures and in our ancient Ayurveda is wrong and irrational and what our ancestors believe is superstition ?? We should try to get a scientific answer to all the questions.
There were many myths about solar and lunar eclipses in ancient India and even today our ancestors believe in them. But there is also a scientific reason behind solar eclipses and lunar eclipses that we need to know first.
Solar eclipses and lunar eclipses occur when the sun, moon and earth are in a straight line. We know that the earth revolves around the sun and also on its own axis. The moon is a satellite of the earth that orbits the earth. When the orbiting moon is between the earth and the sun and all three are in a straight line, the sun is partially covered by the moon so the sun's rays do not reach the earth or it can be said that the shadow of the moon falls on the earth so long as the we Can't see the sun from earth Which is known as a solar eclipse.
Astrology and our mythology have written a lot about what to do and what not to do when a solar eclipse occurs. But science has made so much progress so far. We ask you what is written in your mythology, what is the reason behind it ?? "Why should I do this and don't !!"
Now let us see what is written in our mythology.
Do not go out of the house during solar eclipse. : Now it happens to us that the sun is covered and what is the relation between going out of our house ?? So it is said that if this eclipse is seen during a solar eclipse there is a possibility of blindness. Which is known as eclipse blindness.
Now if we try to understand this matter from a scientific point of view, it can be understood as follows. One part of our eye is called the pupil which controls the light coming into the eye and transmits the required light to the retina. The pupil can be narrowed and widened when needed. When there is dim light, the pupil dilate and transmit more light to the retina. But when there is too much light, the pupil contracts and delivers less light to the retina and prevents damage to the retina.
During a solar eclipse, the sun is obscured by the moon, so very little of the sun's rays reach the earth, leading to increasing darkness. Fear of being blinded if seen in front of the sun at such a time or without any care to observe this situation. Because the pupil expands in low sunlight, but if the moon suddenly moves out of its place, our eyes cannot protect the rays coming from the sun, so the retina can be permanently injured.
So the eclipse can be seen but special type of goggles are used to prevent eye damage.
Do not cook or eat cooked food or drink water during solar eclipse. Fasting in the meantime.
It is written in our scriptures not to eat cooked food during solar eclipse, not even to cook food. If we understand the scientific reason behind this, the sun's rays do not reach the earth during a solar eclipse so the temperature on the earth decreases and a sudden drop in temperature is very useful for the growth of bacteria and micro-organisms. And bacteria can spoil cooked food quickly and eating such food can make us indigestible and even spoil the body. So cooking and eating is banned.
But if an elderly person, or a pregnant woman or anyone else wants to eat, they can take uncooked food and use Tulsi in it as Tulsi can kill bacteria. So even if you drink water, you should use Tulsi in it. Now some will say that why do we eat something kept in the fridge ?? The reason behind this is that the temperature in the fridge is so low that bacteria cannot live in it so we eat frozen food.
Thus everything that is written in our scriptures is largely true. Just need to understand that truth. So that you can easily understand every event around us and do not fall prey to superstition !!
Gujurati:
આપણા શાસ્ત્રોમાં ગ્રહણ વિશે ઘણું બધું લખાયું છે અને ગ્રહણને એક ખરાબ ઘટના તરીકે જોવામાં આવે છે. મુખ્યત્વે દર વર્ષે ચાર ગ્રહણ આવતા હોય છે. બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ પરંતુ આ વર્ષે છ ગ્રહણ જોવા મળશે બે સૂર્યગ્રહણ અને ચાર ચંદ્રગ્રહણ.
2020 માં 21 જૂને સૂર્યગ્રહણ છે અને આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું છે. આ સૂર્યગ્રહણ આ વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ છે અને તેની ખાસિયત એ છે કે 30 સેકન્ડ માટે સૂર્ય નેકલેસ જેવો દેખાશે, સામાન્ય રીતે સૂર્યગ્રહણમાં સૂર્ય આગના ગોળા જેવો દેખાય છે. કારણકે સૂર્ય ચંદ્ર કરતા ખૂબ જ મોટો છે.
આપના ભારતીય સંસ્કૃતિમાં માનવામાં આવે છે કે સૂર્યગ્રહણ ની અસરો ચંદ્ર ગ્રહણ કરતા વધારે ખરાબ હોય છે. પરંતુ વૈજ્ઞાનિકો આ ગ્રહણ ને નવી શોધખોળના એક માર્ગ રૂપે જુએ છે. તો આપણા મનમાં એક પ્રશ્ન થાય કે શું આપણા શાસ્ત્રમાં અને આપણા પ્રાચીન આયુર્વેદ માં જે પણ લખાયું છે તે ખોટું છે અને તર્કહીન છે અને આપણા પૂર્વજ જે માને છે તે અંધશ્રદ્ધા છે?? બધા જ પ્રશ્ન ના સાયન્ટિફિક જવાબ મેળવવા નો પ્રયત્ન કરીશું.
પ્રાચીન ભારતમાં સૂર્યગ્રહણ અને ચંદ્ર ગ્રહણ વિશે ઘણી બધી પૌરાણિક કથા પ્રચલિત હતી અને અત્યારે પણ આપણા પૂર્વજો તે કથા માને છે. પરંતુ સૂર્યગ્રહણ અને ચંદ્ર ગ્રહણ થવા પાછળનું વૈજ્ઞાનિક કારણ પણ છે જે પહેલા જાણીએ.
સૂર્યગ્રહણ અને ચંદ્ર ગ્રહણ ત્યારે થાય જ્યારે સૂર્ય ચંદ્ર અને પૃથ્વી એક સીધી રેખામાં આવે. આપણે જાણીએ છે કે પૃથ્વી સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે પોતાની ધરી પર પણ પરિભ્રમણ કરે છે. ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે જે પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે. પરિભ્રમણ કરતા ચંદ્ર જ્યારે પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે અને ત્રણેય એક સીધી રેખામાં આવે ત્યારે સૂર્ય ચંદ્ર દ્વારા આંશિક રીતે ઢંકાઇ જાય છે તેથી સૂર્યના કિરણો પૃથ્વી સુધી પહોંચતા નથી અથવા એવું પણ કહી શકાય કે ચંદ્ર નો પડછાયો પૃથ્વી પર પડે છે કે જેથી તેટલા સમય સુધી પૃથ્વી પરથી સૂર્યને દેખી શકતો નથી. જેને સૂર્યગ્રહણ તરીકે ઓળખવામાં આવે છે.
જ્યોતિષશાસ્ત્ર અને આપણા પૌરાણિક શાસ્ત્રોમાં સૂર્યગ્રહણ આવે ત્યારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઇએ ઘણું બધું લખાયું છે. પરંતુ સાયન્સ એ અત્યારે એટલી બધી પ્રગતિ કરી છે આપને આપના પૌરાણિક શાસ્ત્રોમાં જે પણ લખાયું છે તેની પર પ્રશ્ન કરીએ છીએ કે તેની પાછળનું કારણ શું?? "હું શા માટે આમ કરું અને ના કરું!!"
હવે જોઈએ આપણા પૌરાણિક શાસ્ત્રોમાં લખવામાં શું આવ્યું છે.
સૂર્ય ગ્રહણ દરમિયાન ઘરની બહાર નીકળવું નહીં. : હવે આપણને થાય કે સૂર્ય ઢંકાઈ જાય અને આપણા ઘર બહાર નીકળવાને સંબંધ શું?? તો કહેવામાં આવે છે કે જો સૂર્ય ગ્રહણ દરમ્યાન આ ગ્રહણ ને દેખવામાં આવે તો આંધળા થવાની સંભાવના છે . જેને eclipse blindness તરીકે ઓળખવામાં આવે છે.
હવે જો આ બાબતને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજવાનો પ્રયત્ન કરીએ તો તે નીચે મુજબ સમજી શકાય. આપણી આંખ નો એક ભાગ તે જેને આંખની કીકી તરીકે ઓળખવામાં આવે છે જે આંખ માં આવતા પ્રકાશને નિયંત્રણમાં રાખે છે અને જરૂર પડતા પ્રકાશને નેત્ર પટલ સુધી પહોંચાડે છે. જરૂર પડે ત્યારે આંખની કીકી સંકુચિત અને વિસ્તૃત થઈ શકે છે. જ્યારે આછો પ્રકાશ (dim light) હોય ત્યારે કીકી વિસ્તૃત (dilate) થાય છે અને વધુ પ્રમાણમાં પ્રકાશને નેત્ર પટલ સુધી પહોંચાડે છે. પરંતુ જ્યારે ખૂબ જ વધુ પ્રકાશ હોય(bright light) ત્યારે કીકી સંકુચિત(contract) થાય છે અને ઓછો પ્રકાશ નેત્રપટલ સુધી પહોંચાડે છે અને નેત્રપટલ ને થતું નુકસાન અટકાવે છે.
સૂર્ય ગ્રહણ દરમિયાન સૂર્યએ ચંદ્ર પાછળ ઢંકાઈ જતો હોવાથી પૃથ્વી પર ખૂબ જ ઓછા પ્રમાણમાં સૂર્યના કિરણ આવે છે તેથી વધતા ઓછા પ્રમાણમાં અંધારા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જો આવા સમયે સૂર્ય સામે કે આ પરિસ્થિતિને નિહાળવા માટે કોઈપણ પ્રકારની કાળજી લીધા વગર જોવામાં આવે તો આંધળા થવાનો ડર રહે છે. કારણકે સૂર્યના ઓછા પ્રકાશમાં આંખની કીકી વિસ્તરિત થાય છે પરંતુ જો અચાનક ચંદ્ર પોતાના સ્થાન પરથી ખસે તો સૂર્યમાંથી આવતાં કિરણો ને આપણી આંખ સાચવી શકતી નથી તેથી નેત્રપટલ ને કાયમી injury થઈ શકે છે.
તેથી સૂર્યગ્રહણ દેખી શકાય પરંતુ તે માટે સ્પેશિયલ ટાઈપના ગોગલ્સ નો ઉપયોગ કરવામાં આવે છે જેથી આંખો ને થતું નુકસાન અટકાવી શકાય.
સૂર્ય ગ્રહણ દરમ્યાન ખોરાક પકવવો નહિ અને પકવેલો ખોરાક ખાવો પણ નહીં, પાણી પણ પીવું નહિ. આ દરમિયાન ઉપવાસ કરવો.
આપણા શાસ્ત્રમાં લખાયેલું છે કે સૂર્ય ગ્રહણ દરમ્યાન રાંધેલો ખોરાક ખાવો નહીં, ખોરાક રાંધવો પણ નહીં. જો આની પાછળનું સાયન્ટિફિક કારણ સમજીએ તો, સૂર્ય ગ્રહણ દરમિયાન સૂર્યના કિરણો પૃથ્વી સુધી પહોંચતા નથી તેથી પૃથ્વી પર તાપમાન ઘટે છે અને અચાનક તાપમાનમાં થતો ઘટાડો એ બેક્ટેરિયા અને સૂક્ષ્મ જીવો ના ગ્રોથ માટે ખૂબ જ ઉપયોગી છે. અને બેક્ટેરિયા રાંધેલા ખોરાક ને ઝડપથી બગાડી શકે છે અને આવો ખોરાક ખાવાથી આપણને અપચો , અને શરીર બગડવાની પણ સંભાવના રહે છે. તેથી ખોરાક બનાવવા પર અને ખાવા પર પ્રતિબંધ લગાવવા માં આવે છે.
પરંતુ ઉંમરલાયક વ્યક્તિ, કે ગર્ભવતી સ્ત્રી કે પછી કોઈપણ વ્યક્તિ જો ખાવા ઇચ્છતા હોય તો તેઓ રાંધ્યા વગરનો ખોરાક લઈ શકે અને તેમાં તુલસી નો ઉપયોગ કરી શકે કારણકે તુલસી એ બેક્ટેરિયાને મારી શકે છે. તેથી જો પાણી પણ પી એ તો તેમાં પણ તુલસી નો ઉપયોગ કરવો જોઈએ.હવે કેટલાક કહેશે કે તો આપણે ફ્રીજમાં રાખેલી વસ્તુ કેમ ખાયેએ છે ?? એની પાછળનું કારણ એ છે કે ફ્રીજમાં તાપમાન એટલું બધું નીચું હોય છે કે બેક્ટેરિયા તેમાં જીવી શકતા નથી જેથી આપણે ફ્રોઝન કરેલી વસ્તુ ખાઈએ છે.
આમ આપણા શાસ્ત્રોમાં જે કાંઈ પણ લખાયું છે તે બધું જ મોટાભાગે સત્ય છે. માત્ર તે સત્યને સમજવાની જરૂર છે. જેથી આપને આપણી આસપાસ ની દરેક ઘટનાને સરળતાથી સમજી શકીએ અને અંધશ્રદ્ધાનો શિકાર પણ ન બનીએ!!
Comments
Post a Comment